Top Stories
khissu

પર્સનલ લોન લેતા પહેલા અવશ્ય જાણી લો આ ત્રણ બાબતો...

સામાન્ય રીતે જયારે આપણે લોન લેવા જઈએ છીએ ત્યારે બેન્કના કર્મચારીઓ આપણને લોનને લગતી તમામ વિગતો આપવાનું ટાળતા હોય છે. પરંતુ અગત્યની માહિતી મેળવવા માટે આપણે જાતે પુછપરછ કરતી રહેવી પડે છે. તે સમયે બેંક કર્મચારી જેટલું કહે એટલી બાબતો જાણીને, આંધળો વિશ્વાસ કરી લેવાથી ઘણી વખત ગ્રાહક પછતાતો હોય છે. આવી બાબતોમાં ગ્રાહક કરતા તો બેન્કને વધારે ફાયદો થઈ જતો હોય છે. આથી નીચેની બાબતો પર્સનલ લોન લેતી વખતે ખાસ ધ્યાનમાં લેવી.

પહેલી બાબત તો એ છે કે જો બેંકમાં ગ્રાહક તરીકે તમારી ક્રેડીટ સારી હોય તો લોન લેવાનો પ્રોસેસિંગ ચાર્જ હોય એ માફ કરી દેવામાં આવતો હોય છે. એટલું જ નહિ, વ્યાજ પણ ઘટાડી દેવામાં આવતું હોય છે. આથી લોન લેતી વખતે આ બાબતે બેન્કના કર્મચારીને અવશ્ય પૂછવું.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

બીજી બાબત એ કે લોનની ઓફર આવતા તરત હા ન પાડવી. શાંતિથી બેંક કર્મચારી પાસેથી બધી વિગતો મેળવી લેવી. ખાસ જાણી લેવું જોઈએ કે જો તમે આ દેણું ચૂકવી ન શકો તો પેનલ્ટી કઈ રીતે લાગશે. EMI ની ચૂકવણી ન કરી શકીએ તો શું કરવામાં આવશે અને પ્રિ ક્લોઝરના ચાર્જ વિશે પણ જાણી લેવું.

ત્રીજી બાબત કે ઘણી વખત એવું થાય કે લોન લીધા બાદ બીજા વધારાના ચાર્જ ઉમેરી દેવામાં આવે, તો લોન લેતી વખતે જ આ બાબતે પણ પૂછી લેવું. આટલી બાબતોનું ધ્યાન રાખ્યા પછી જ લોન લેવાથી ભવિષ્યમાં તકલીફમાં મુકાવાનું જોખમ ઘટી જાય છે.