khissu

દિવાળી પહેલા બે મોટી બેંકે આપ્યો મોટો ઝાટકો, લોનના દરમાં તોતિંગ વધારો, ફટાફટ જાણી લો

ICICI bank: દિવાળી પહેલા ખાનગી ક્ષેત્રની ICICI બેંક અને જાહેર ક્ષેત્રની બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બંને બેંકોએ માર્જિનલ કોસ્ટ આધારિત લેન્ડિંગ રેટ એટલે કે MCLRમાં વધારો કર્યો છે. આ એડજસ્ટમેન્ટને કારણે MCLR સંબંધિત લોનની EMI વધવાની શક્યતા છે.

Reliance SBI Cardના ફાયદા જાણીને ડાન્સ કરશો! દર મહિને મફત મૂવી ટિકિટો અને બીજું ઘણું બધું

બંને બેંકોના આ દરો 1 નવેમ્બર, 2023થી અમલમાં આવ્યા છે. ગયા મહિને રિઝર્વ બેંકની મોનેટરી કમિટીની બેઠક બાદ બેંકો દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. છેલ્લી મીટિંગમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે દરોમાં હજુ વધુ વધારો કરવાનો અવકાશ છે.

ધનતેરસે એમનેમ સોનું ખરીદવા દોટ ન મૂકતા, પહેલાં આ 10 વાતોનું ધ્યાન રાખજો, નહીં તો આજીવન રડશો

ICICI બેંક MCLR દરો

MCLRમાં સુધારા પછી ICICI બેંકનો ઓવરનાઈટ અને એક મહિનાનો MCLR હવે 8.50 ટકા છે. ત્રણ મહિનાનો MCLR હાલમાં અનુક્રમે 8.55 ટકા અને છ મહિનાનો દર 8.90 ટકા છે. એક વર્ષનો MCLR 9 ટકા છે.

બિઝનેસમાં હવે આ 3 રાશિના લોકોને કોઈ નહીં પહોંચે, દિવસે બે ગણી તો રાત્રે ચાર ગણી કમાણી કરશે

બેંક ઓફ ઈન્ડિયાના MCLR દરો

MCLRમાં વધારો થયા પછી બેંક ઓફ ઇન્ડિયાનો ઓવરનાઈટ અને એક મહિનાની MCLR અનુક્રમે 7.95 ટકા અને 8.20 ટકા છે. 3 મહિનાનો MCLR હવે 8.35 ટકા અને 6 મહિનાનો MCLR 8.55 ટકા છે. એક વર્ષનો MCLR 8.75 ટકા છે, જ્યારે ત્રણ વર્ષનો MCLR 8.95 ટકા છે.

તહેવારોને વરસાદનું ગ્રહણ લાગશે, દિવાળી પર મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણી લો અંબાલાલની નવી આગાહી

MCLR શું છે?

સીમાંત ખર્ચ આધારિત ધિરાણ દર એ લઘુત્તમ વ્યાજ દર છે જે બેંક લોન માટે વસૂલ કરી શકે છે. MCLR પહેલા ભારતમાં બેંકો 'બેઝ રેટ'નો ઉપયોગ કરતી હતી. RBI દ્વારા 1 એપ્રિલ 2016ના રોજ MCLR લાગુ કરવામાં આવ્યો હતો. MCLRમાં ફેરફાર લોનના વ્યાજ દરને અસર કરે છે.