Ambalal Patel: ગુજરાતમાં હાલમાં એક રીતે ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. જેને કારણે સંખ્યાબંધ લોકો બીમાર પડી રહ્યાં છે. વહેલી સવારે અને મોડી રાતે સામાન્ય ઠંડીનો અનુભવ થાય છે. ત્યારે ઠંડી સિઝન અંગે મહત્ત્વના સમાચાર સામે આવ્યાં છે. નવેમ્બર મહિનામાં એલર્ટ જાહેર કરાયું છે કે, સમગ્ર દેશમાં આ મહિનામાં પણ કમોસમી વરસાદનો માહોલ રહેશે.
નીતા અંબાણીએ 3000 વંચિત બાળકો સાથે 60મો જન્મદિવસ ઉજવ્યો, ભોજન પીરસ્યું, રાશન પણ આપ્યું
હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી પ્રમાણે વાત કરીએ દક્ષિણી ભાગો, ભારતના કેટલાક ભાગો, ઉત્તર પશ્ચિમ ભારતન કેટલાક ભાગ, પૂર્વ મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે.
નવેમ્બરમાં દેશના બાકી ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થશે. અંબાલાલ પટેલે શિયાળાને લઈ મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છેકે, નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે.
બેંક ઓફ બરોડામાં માત્ર 100 રૂપિયામાં ખોલો આ સ્પેશિયલ ખાતું, ઊંચું વ્યાજ અને મફતમાં મળશે આટલી સુવિધા
જો કે અંબાલાલે બીજી આગાહી કરી કે આગામી 3 નવેમ્બર થી 8 નવેમ્બર વચ્ચે ભારે પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોથી લઈ પૂર્વ ગુજરાત સુધી હવામાનમાં તેની અસર દેખાશે.
દિવાળી પહેલા પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં માત્ર 1000 રૂપિયાનું રોકાણ કરો, ધાર્યા બહારનો મોટો ફાયદો મળશે
તારીખ 4 થી 7 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર, અને અરબ સાગરમાં ડિપ્રેશન બનશે. તારીખ 14 નવેમ્બર થી 24 નવેમ્બર વચ્ચે ચક્રવાત બંગાળના ઉપસાગર માં મજબૂત બનશે.
અંબાલાલના કહેવા પ્રમાણે આ ચક્રવાત દક્ષિણ પૂર્વ ભારતીય તટો ઉપર ભારે પવન સાથે વરસાદ લાવશે. આ ચક્રવાત ને લઈ ગુજરાતમાં પણ વાદળ વાયુ જેવું વાતાવરણ સર્જાશે. એટલે કે આ દિવસો દિવાળીના દિવસો હશે અને ત્યારે વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે.