Top Stories
khissu

નવરાત્રી દિવાળી આવે તે પહેલાં BOB એ લાખો ગ્રાહકોને આપી 2 મોટી ભેટ, હવે ફાયદો જ ફાયદો

થોડા દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા હિંદુ ધર્મના મોટા તહેવારો આવી રહ્યા છે ત્યારે bank of baroda તેમના લાખો ગ્રાહકો માટે મોટી જાહેરાત કરી છે. Bank of baroda ની આ જાહેરાત મુજબ હવે FD ઉપર વધારે વ્યાજ મળશે. જાણી લઈએ શું મોટી જાહેરાત કરવામાં આવે?

1) 9 ઓક્ટોબરના રોજ bank of baroda કરી જાહેરાત
Bank of Baroda hikes interest rates on deposits: જાહેર ક્ષેત્રની ધિરાણકર્તા બેંક ઓફ બરોડાએ સોમવાર, ઑક્ટોબર 9ના રોજ જાહેરાત કરી હતી કે તે ડોમેસ્ટિક રિટેલ ટર્મ ડિપોઝિટ પર વ્યાજદર વધારશે, જેમાં NRO અને NRE ટર્મ ડિપોઝિટનો સમાવેશ થાય છે. આ જાહેરાતથી 3 વર્ષ સુધીની વિવિધ મુદતમાં 50 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો થશે.

સત્તાવાર જાહેરાત મુજબ, આ દરો રૂ 2 કરોડથી ઓછી થાપણો પર લાગુ થયા છે અને 9 ઓક્ટોબર, 2023 થી અમલમાં આવ્યા છે. બેન્ક ઓફ બરોડા સામાન્ય નાગરિકો માટે વાર્ષિક 7.40 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે વાર્ષિક 7.90 ટકા સુધીના વ્યાજ દરો પ્રદાન કરે છે. આમાં વરિષ્ઠ નાગરિકો માટે વધારાનું 0.50 ટકા વાર્ષિક વ્યાજ અને 0.15 ટકા નોન-કોલેબલ ડિપોઝિટનો પણ સમાવેશ થાય છે.

વધુમાં માહિતી આપતા બેંકે તેની તિરંગા પ્લસ ડિપોઝિટ સ્કીમ ની જાહેરાત કરી હતી. આ યોજનામાં 399 દિવસ માટે વરિષ્ઠ નાગરિકો માટે વધારે વ્યાજ દરો ફરીથી ગોઠવ્યા છે, જ્યાં વરિષ્ઠ નાગરિકો સ્કીમમાં નોન-કોલેબલ થાપણો પર વાર્ષિક 7.80 ટકા વ્યાજ મળે છે.

૨) તહેવારો પહેલા બેન્ક ઓફ બરોડા "બીઓબી કે સંગ ત્યાહાર કી ઉમંગ" યોજના શરૂ કરી
બેંક ઓફ બરોડાએ પણ "બીઓબી કે સંગ ત્યાહાર કી ઉમંગ" નામના તહેવારોની ઝુંબેશ શરૂ કરી છે અને બોબ લાઇટ સેવિંગ્સ એકાઉન્ટ, બોબ બીઆરઓ સેવિંગ્સ એકાઉન્ટ, માય ફેમિલી માય બેંક/બીઓબી પરિવાર એકાઉન્ટ, બરોડા એનઆરઆઈ પાવરપેક જેવી સ્કીમ શરૂ કરી છે. આ ઉત્સવની ઝુંબેશ 31 ડિસેમ્બર, 2023 સુધી સક્રિય રહેશે.

વધુમાં, ઉપરોક્ત યોજનાઓ સાથે, ગ્રાહકો હવે તેમની થાપણો પર વધુ વ્યાજ મેળવી શકે છે. નોંધનીય છે કે આ વર્ષે માર્ચ અને મે મહિનામાં બેન્ક ઓફ બરોડાએ રિટેલ ટર્મ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો હતો. પછી ફરી વધારો કર્યો છે october મહિનામાં.

બેંક ઓફ બરોડાના (bob) વર્તમાન અને નવા બંને ગ્રાહકો પાસે આ ઓફરોનો લાભ લેવા માટે સમગ્ર ભારતમાં બેંકની કોઈપણ શાખા દ્વારા નવી ફિક્સ્ડ ડિપોઝિટ (FDs) ખોલવાનો વિકલ્પ છે. હાલના ગ્રાહકો બેંકની મોબાઈલ એપ (બોબ વર્લ્ડ) અથવા નેટ બેંકિંગ (બોબ વર્લ્ડ ઈન્ટરનેટ) દ્વારા પણ ઓનલાઈન એફડી ખોલી શકે છે.