Top Stories
khissu

આવતી કાલે બંગાળની ખાડીમાં મજબૂત લો-પ્રેશર સીસ્ટમ સક્રિય થશે, જાણો કેટલી અસર? કઈ તારીખે?

લો-પ્રેશર સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૪થી વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે, જોકે આજે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સારો વરસાદ જોવા મળ્યો છે. સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં યથાવત્ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, ખેડા અને આણંદ જિલ્લામાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. જોકે હળવો સામાન્ય વરસાદ આગમી દિવસોમાં ચાલુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

ફરી મજબૂત લો-પ્રેશર બનશે?
આવતી કાલે 11 સપ્ટેમ્બરના રોજ આ મહિનાનુ બીજુ લો-પ્રેશર બંગાળની ખાડીમાં બની જશે. લો-પ્રેશર બન્યા બાદ આગામી ૨૪થી ૪૮ કલાકમાં વેલમાર્ક લો-પ્રેસરમાં ફેરવાઇ શકે છે. જોકે આ લો-પ્રેશર સિસ્ટમ વધારે અસરકર્તા ગુજરાતને જણાતી નથી. પરંતુ આડકતરી રીતે 14-15-16 તારીખ દરમિયાન ગુજરાતને અનુકુળ વાતાવરણ સાથે વરસાદ આપી શકે છે.

વેધર મોડલ મુજબ હાલમાં ગુજરાત નજીક રાજસ્થાન પર રહેલ લો-પ્રેશર ફરી ગુજરાત ઉપર આવી શકે છે અને ગુજરાતને સારો વરસાદ આપી શકે છે. મોડલો એવું જણાવી રહ્યા છે કે 14-15 તારીખ દરમિયાન સિસ્ટમ ફરી ઉત્તર રાજસ્થાનથી ઉત્તર ગુજરાત પર આવશે. ત્યાર બીજી સિસ્ટમ પણ નજીક પહોંચી જશે અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ આપશે. બંને લો-પ્રેશર સિસ્ટમ ભેગી થશે તો પણ મજબૂત નાં હોય શકે, પરંતુ અનુકૂળ વાતાવરણ મળતાં સારો વરસાદ આપી શકે છે.

હવામાન વિભાગની આગાહી? 
હવામાન વિભાગે આગાહી 5 દિવસ સુધી વરસાદ આગાહી જણાવી છે. ગુજરાતમાં 13-14 પછી વરસાદનું જોર વધી શકે છે. જોકે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં યથાવત્ રહેશે.

ખાસ નોંધ- જેમ સિસ્ટમ નજીક આવશે તેમ વધારે માહિતી Khissu ની એપ્લિકેશનમાં અને જણાવતા રહીશું. કુદરતી પરિબળોને કારણે આગાહીમાં ફેરફાર થઈ શકે છે. ખેતીના કાર્યો માટે હવામાન વિભાગની વેબસાઇટ અનુસારવી.
- આભાર (Team Rakhdel)