khissu

ભીમ અગિયારસ પર હવામાન વિભાગની આગાહી, ક્યાં જીલ્લામાં વરસાદ?

Havaman Gujarat : સામાન્ય રીતે 15 જૂને ચોમાસું ગુજરાતમાં પહોંચી જતું હોય છે તેવી જ રીતે ગુજરાતમાં ચોમાસુ 15 જૂને પહોંચી ગયું પરંતુ હાલમાં અટકી ગયું છે આગળ વધતું નથી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૨૦ જૂન સુધીમાં ચોમાસુ આગળ વધશે તેને ધ્યાનમાં રાખી અને આવનાર સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આવતી કાલે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છના વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી શરૂ થશે.

આવતીકાલે 18 જૂન છે અને 18 જૂન પછી ચોમાસું થોડી ગતિમાં આવે તેવું હવામાન વિભાગનું કહેવું છે અને 20 જૂન સુધીમાં ચોમાસું આગળ વધશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

સાર્વત્રિક વરસાદની આગાહી ની વાત કરીએ તો આ મહિને સાર્વત્રિક વરસાદની આશાઓ ઘણી બધી ઓછી છે.

જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં વાવણી લાયક વરસાદ થય શકે છે.

આવતીકાલે 18 જૂન છે અને 18 જૂન ના રોજ અગિયારસ પણ છે. 

ગુજરાતમાં આવનાર સાત દિવસ સુધી વરસાદી મહલ રહે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે.