Gold Price Today: આજે 2 મે 2024ના રોજ સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે દેશના મોટાભાગના શહેરોમાં 24 અને 22 કેરેટ સોનાના ભાવમાં 1000 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. 24 કેરેટ સોનાનો ભાવ 71,5000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. સોનાની કિંમત તેના 75,000 રૂપિયાના સ્તરથી ઘણી નીચે આવી ગઈ છે. હવે મોટા ભાગના સોનું ખરીદનારાઓના મનમાં પ્રશ્ન એ છે કે સોનું હજુ કેટલું ઘટશે?
તાજેતરમાં, મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થવાના સંકેતો અને સ્થાનિક પરિબળોને કારણે સોનું સતત તેની ટોચની નીચે જઈ રહ્યું છે. દિલ્હીમાં એક કિલોગ્રામ સોનાનો ભાવ 72,740 રૂપિયા છે. ચાંદીનો ભાવ 82,900 રૂપિયા પ્રતિ કિલો હતો. ગઈકાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં રૂ.500નો ઘટાડો થયો છે. સોનાની સાથે ચાંદીમાં પણ કરેક્શન આવી રહ્યું છે.
2 મે, 2024ના રોજ દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત આશરે રૂ. 65,690 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત અંદાજે 71,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દિલ્હીમાં સોનાની કિંમત 75,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ટોચના સ્તરે પહોંચ્યા બાદથી સતત ઘટી રહી છે. દેશના મોટાભાગના શહેરોમાં સોનું રૂ. 75,000ના રેકોર્ડ સ્તરથી રૂ. 71,500ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે.
મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 65,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 71,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 65,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 71,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.