khissu

માત્ર એક અઠવાડિયમાં સોનામાં મોટો ઘટાડો: સોનામાં રૂપિયા 17,300 નો જોરદાર ઘટાડો

સોના-ચાંદીમાં અગાઉના વર્ષે સતત ઘટાડા બાદ હવે સતત ભાવ વધતા જોવા મળ્યા હતા પરંતુ પાછલાં થોડા દિવસોની જ વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

માત્ર એક અઠવાડિયામાં ૧૭,૩૦૦ રુપિયાનો જોરદાર ઘટાડો થયો છે : જોકે ૧૫ તારીખના રોજ ૨૨ કેરેટ સોનાના ભાવ ૪,૮૨,૩૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ હતો જે માત્ર આઠ દિવસમાં જ ઘટીને ૪,૬૫,૦૦૦ રૂપિયા થઈ ગયો. આમ માત્ર છ જ દિવસમાં ૧૭,૩૦૦ રૂપિયાનો જોરદાર ઘટાડો થઈ ગયો.

મિત્રો, સોનાનો ભાવ આપણો દેશ નક્કી કરતો નથી. સોનાનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ પર આધારિત હોય છે અને તેમાં પણ ઘણાં પરિબળો ભાગ ભજવતાં હોય છે. ખાસ કરીને U.S અને U.K ની સરકાર પોતાના વ્યાજદરો નક્કી કરે છે જે મુજબ સોનાના ભાવ નક્કી થતા હોય છે આ ઉપરાંત દુનિયામાં બનતી ઘટનાઓ પર પણ આધાર રાખે છે.

આ પણ વાંચો: ઝવેરી ઘરેણાંની કિંમત કેવી રીતે નક્કી કરે છે? 22 કેરેટ અને 24 કેરેટ સોનું એટલે શું?

હાલ ગુજરાતમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૦,૦૦૦ થી લઈ ૫૦,૫૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. ચાંદીમાં હાલ કોઈ મંદી આવવાની નથી. ચાંદી હાઈ સપાટીએ જ રહેશે. હાલ ચાંદી ૭૧,૦૦૦ થી ૭૨,૦૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.

જોકે ૯ મહિનાની સરખામણીએ ૧૧,૫૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : ઓગસ્ટ ૨૦૨૦માં ૨૪ કેરેટ સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૮,૪૫૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૭,૯૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૮ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ ૧૧,૫૯૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ ૯,૯૪૦ ₹ નો ઘટાડો થયો છે.

ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૨૪/૦૬/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૭.૯૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૪૩.૨૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૭૯.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૭૯૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૭,૯૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૫૦.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૭,૨૦૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૬,૫૦૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૫,૦૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧,૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૪૫.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૮,૭૬૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૮,૪૫૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૪,૫૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૫૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.

છેલ્લા ૦૭ દિવસના સોના (gold)ના ભાવ :

તારીખ                   ૨૨ કેરેટ                ૨૪ કેરેટ
૧૮/૦૬/૨૦૨૧        ૪,૬૭,૫૦૦ ₹       ૪,૮૭,૮૦૦ ₹
૧૯/૦૬/૨૦૨૧        ૪,૬૭,૪૦૦ ₹       ૪,૮૭,૭૦૦ ₹
૨૦/૦૬/૨૦૨૧        ૪,૬૪,૯૦૦ ₹       ૪,૮૪,૯૦૦ ₹
૨૧/૦૬/૨૦૨૧        ૪,૬૪,૮૦૦ ₹       ૪,૮૪,૮૦૦ ₹
૨૨/૦૬/૨૦૨૧        ૪,૬૪,૦૦૦ ₹       ૪,૮૪,૦૦૦ ₹
૨૩/૦૬/૨૦૨૧        ૪,૬૬,૦૦૦ ₹       ૪,૮૬,૦૦૦ ₹
૨૪/૦૬/૨૦૨૧        ૪,૬૫,૦૦૦ ₹       ૪,૮૪,૫૦૦ ₹

અગાઉના મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧ માર્ચના રોજ જોવા મળ્યો હતો. જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

આ પણ વાંચો: દિવાળી સુધીમાં સોનાનો ભાવ 36,000 રૂપિયા થઈ જશે, જાણો એક્સપર્ટનું શું કહેવું છે ?

મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ સોના-ચાંદીના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.