Top Stories
khissu

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલા મોટી આગાહી: ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં

અરબી સમુદ્ર થી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ (ટ્રફ - વાદળ નો ઘેરાવો) તૈયાર થઈ છે જેમને પગલે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વરસાદ ની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. 

જાણો જૂન મહિનામાં કઈ તારીખે ક્યાં આગાહી? 

1) 1-2 તારીખે ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી માં હળવા થી ભારે વરસાદ ની આગાહી છે. 

2) 2-3 તારીખે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી અને દમણ માં હળવાથી ભારે અને ગાજવીજ સાથે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. 

3) 3-4 તારીખે હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે અરવલ્લી, સાબરકાંઠા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લા માં વરસાદ આગાહી છે. 

4) 4-5 તારીખે હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ અને ગાજવીજ સાથે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, આંનદ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી માં આગાહી કરવામાં આવી છે. 

જોકે ભારતના કેરળ માં ચોમાસું ચાલુ થઈ ગયું છે અને ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. જોકે સત્તાવાર જાહેરાત હજી બાકી છે. 

ચોમાસાના આગમનને લઇને હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. જોકે ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. કેરળમાં 3 જૂનથી ચોમાસાની વિધિવત્ શરૂઆત થશે. 3 જૂનનાં રોજ Official જાહેરાત હવામાન વિભાગ કરશે. ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. આવનાર 4 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ 3-4 જૂને વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદની આગાહી છે. સાથે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું કે, તાપમાનમાં કોઈ મોટો ફરક જોવા નહીં મળે. જો કે ઉકળાટ જેવું વાતાવરણ પણ જોવા મળી શકે છેે સાથે વાતાવરણ વાદળછાયું રહેશે.