khissu

બેંક ખાતાધારકો માટે મોટાં સમાચાર: ATM માંથી પૈસા ઉપાડવા થશે વધુ મોંઘા, ૧લી તારીખથી નવો નિયમ લાગુ

આરબીઆઈ દ્વારા એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેની ફી મર્યાદામાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. હવે મર્યાદા કરતા વધારે ઉપાડવા માટે 21 રૂપિયા ફી આપવાની રહેશે. આ નિયમ 1 જાન્યુઆરી, 2022 થી લાગુ થશે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India- RBI) એ તાજેતરમાં બેંકોને એટીએમ (Automated Teller Machine- ATM) પરના ચાર્જને ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા કરવાની મંજૂરી આપી છે. બેંકો ગ્રાહકોને આ નિયમ દ્વારા ગ્રાહકો પાસેથી ચાર્જ લઇ શકે છે. જો કે, આ નિયમ તમારી નિશુલ્ક ઉપાડની મર્યાદા પુર્ણ થઈ ગયા પછી લાગુ થશે. કેન્દ્રીય બેંકે એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે કે આ સુધારેલો દર 1 જાન્યુઆરી, 2022 થી લાગુ થશે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસનાં ખાતેદારો માટે મોટાં સમાચાર: જાણો બદલાયેલાં નવા નિયમો

મર્યાદા પુર્ણ થઈ ગયા પછી લાગશે ચાર્જ: ગ્રાહકો તેમના બેંક એટીએમથી દર મહિને પાંચ મફત વ્યવહારો કરી શકે છે. આમાં નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો બંનેનો સમાવેશ કરવામા આવ્યો છે. આ મર્યાદાથી વધારે એટીએમમાંથી ઉપાડ પર 20 રૂપિયાની વધારાનો ચાર્જ લાગુ કરવામાં આવશે. અન્ય બેંકોના એટીએમ વાપરી રહેલા ગ્રાહકો માટે રોકડ ઉપાડ માટે મેટ્રો શહેરોમાં ત્રણ અને નોન-મેટ્રો સેન્ટરોમાં ત્રણ મફત એટીએમ ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપવામાં આવી છે.

આરબીઆઈએ એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે કે, નિયમનકારે લગભગ 7 વર્ષ પછી એટીએમ ટ્રાન્ઝેક્શન માટેના ચાર્જમાં વધારો કર્યો છે. આ સાથે એ પણ જોવા મળ્યું છે કે એટીએમ ટ્રાન્ઝેક્શન માટેના ઇન્ટરચેંજ ચાર્જમાં છેલ્લે ઓગસ્ટ ૨૦૧૨ માં સુધારો કરવામાં આવ્યો હતો જ્યારે ગ્રાહકો દ્વારા ચૂકવવાના શુલ્કમાં છેલ્લે ઓtગસ્ટ ૨૦૧૪માં સુધારો કરવામાં આવ્યો હતો. આમ ઘણાં સમય બાદ આ એટીએમ ફીમાં વધારો કરવામાં આવશે. 

આ પણ વાંચો: બેંક ઓફ બરોડા અને SBI સહિત ૬ બેંકોના નિયમોમાં થયા મોટાં ફેરફાર: ચેકબુક, ATM અને SMS ચાર્જ સહિત બેંકોના IFSC Code બદલાયા

એટીએમના મેન્ટેનન્સને કારણે ફીમાં વધારો થયો.
બેંકો અથવા વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરો દ્વારા એટીએમની જાળવણી માટે વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને, સેન્ટ્રલ બેંકે એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જૂન 2019 માં, આરબીઆઈએ એટીએમ ટ્રાન્ઝેક્શન માટેના ઇન્ટરચેંજ સ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને એટીએમ ફીના સમગ્ર અવકાશની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી હતી.

આરબીઆઈએ જણાવ્યું હતું કે હોલ્ડિંગ કંપનીઓ અને ગ્રાહકની સુવિધાને ધ્યાનમાં રાખીને, આરબીઆઈએ નાણાકીય વ્યવહારો માટેની ઇન્ટરચેંજ ફી 15 થી 17 અને બિન-નાણાકીય વ્યવહારો માટે 6 થી 5 રૂપિયા વધારી દેવામાં આવી છે. આ નવા દરો 1 લી ઓગસ્ટ 2021 થી લાગુ થશે. વેપારીઓ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરે છે તે માટે ઇન્ટરચેંજ ફી બેંક દ્વારા વસુલવામાં આવે છે.

આ સિવાય કેશ રિસાયકલ મશીનો પર કરવામાં આવતા વ્યવહારો માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે, જે જરૂરી ફેરફારો સાથે લાગુ થશે. નિયમનકારે કહ્યું કે આરબીઆઈનો નિર્દેશ Payment and Settlement Systems Act 2007 ની કલમ 18 તેમજ કલમ 10(2) હેઠળ જારી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ચેક બાઉન્સ થાય તો શું કરવુ? ચેક બાઉન્સ ક્યારે થાય? જાણો ચેક બાઉન્સનાં નિયમો અને તેની સજા

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.