Top Stories
khissu

હવામાન દ્વારા આગામી 4 મહિના (જૂન થી સપ્ટેમ્બરે) ની મોટી આગાહી: જાણો ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ?

ભારતીય હવામાન વિભાગે 1 જૂન 2021 ના રોજ પોતાની Official વેબસાઇટ પર આગાહી કરતાં જણાવ્યું છે કે ભારતનાં જુદા-જુદા વિસ્તારોમાં ચોમાસાના 4 ( June to September) મહિના દરમિયાન સરેરાસ કેટલો વરસાદ પડશે. ભારત દેશમાં આ વર્ષે સામાન્ય 96 થી 104% વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. મતલબ ઓવરઓલ આખા દેશમાં નોર્મલ વરસાદ રહી શકે છે. 

હવામાન વિભાગે પોતાની વેબસાઇટ પર જાહેર કર્યું છે કે જૂન થી સપ્ટેમ્બર સુધી માં ઉત્તર પશ્ચિમ ભારતમાં 92 થી 108%, દક્ષિણ ભારતમાં 93 થી 107% જ્યારે પૂર્વ ભારતમાં 95% થી ઓછો વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે આપણું ગુજરાત દેશના મધ્ય ભારત (સેન્ટ્રલ વિસ્તાર માં) આવે છે તેથી આગાહી મુજબ મધ્ય ભારતમાં 106% કરતા વધુ વરસાદ પડવાની સંભાવના છે. એટલે ગુજરાત માં 106% કરતાં વધારે વરસાદ નોંધાય શકે છે.

ઉપર ફોટા માં ગુજરાતમાં જૂન મહિનામાં કેટલો વરસાદ પડશે તેમની આગાહી અને સંભાવના છે સાથે હવામાન ની Official માહિતી છે. ઉપરોક્ત ફોટા મા જૂન મહિનામા વરસાદની આગાહી જણાવી છે જેમાં ગુજરાતનાં મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય અને સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ પડે તેવી આગાહી કરાઇ છે.

જાણો જૂન મહિનામાં કઈ તારીખે ક્યાં આગાહી? 

અરબી સમુદ્ર થી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ (ટ્રફ - વાદળ નો ઘેરાવો) તૈયાર થઈ છે જેમને પગલે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વરસાદ ની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. 

1) 1-2 તારીખે ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી માં હળવા થી ભારે વરસાદ ની આગાહી છે. 

2) 2-3 તારીખે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી અને દમણ માં હળવાથી ભારે અને ગાજવીજ સાથે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. 

3) 3-4 તારીખે હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે અરવલ્લી, સાબરકાંઠા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લા માં વરસાદ આગાહી છે. 

4) 4-5 તારીખે હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ અને ગાજવીજ સાથે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, આંનદ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી માં આગાહી કરવામાં આવી છે. 

જોકે ભારતના કેરળ માં ચોમાસું ચાલુ થઈ ગયું છે અને ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. જોકે સત્તાવાર જાહેરાત હજી બાકી છે. 

અહીં ઉપર જણાવેલ ફોટામાં હવામાન વિભાગે જૂન થી સપ્ટેમ્બર મહિના માટે કરેલી દેશની અને ગુજરાત ના વરસાદની આગાહી છે. જેમાં પીળો કે કેસરી રંગ ઓછો વરસાદ, જ્યારે લીલો રંગ સામાન્ય વરસાદ, અને બ્લુ રંગ સામાન્ય કરતા વધુ વરસદની સંભાવના દર્શાવે છે. સફેદ રંગ સામાન્ય નજીક વરસાદની સંભાવના દર્શાવે છે.