Top Stories
khissu

HDFC બેંકના કરોડો ગ્રાહકોને સૌથી મોટો ઝટકો, 1 ઓગસ્ટથી તમારું ઢાંઢુ ભાંગી જશે, જાણી લો નવા ફી વધારા

માત્ર 2 દિવસ… નવો મહિનો શરૂ થતાં જ તમને આંચકો લાગશે. જો તમારી પાસે HDFC બેંકનું ક્રેડિટ કાર્ડ છે, તો 1 ઓગસ્ટથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 ઓગસ્ટ, 2024થી દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંકના ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર થશે. જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરો છો, તો તમારે ટ્રાન્ઝેક્શન ફી ચૂકવવી પડશે. જો તમે થર્ડ પાર્ટી એપ દ્વારા આ પેમેન્ટ કરશો તો ટ્રાન્ઝેક્શન પર 1 ટકા ટેક્સ લાગશે.

ભાડાની ચૂકવણી પર 1 ટકાનો વધારાનો ચાર્જ
દેશમાં 1 ઓગસ્ટ, 2024થી અમલમાં આવનાર મોટા ફેરફારો પૈકી એક નાણા સંબંધિત છે. આનાથી HDFC બેન્ક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા કાર્ડધારકોને અસર થશે. બેન્ક હવે થર્ડ પાર્ટી પેમેન્ટ એપ્સ દ્વારા કરવામાં આવતા તમામ રેન્ટલ ટ્રાજેક્શન પર એક ટકા વધારાનો ચાર્જ વસૂલશે. આ નિયમ PayTM, CRED, MobiKwik અને અન્ય થર્ડ-પાર્ટી એપ્સનો ઉપયોગ કરીને HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર લાગુ થશે. બેન્ક દ્વારા પ્રતિ ટ્રાન્જેક્શનની મહત્તમ મર્યાદા 3,000 નક્કી કરવામાં આવી છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

યુટિલિટીના ટ્રાન્જેક્શન પર આટલો ચાર્જ લાગશે
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, યુટિલિટી ટ્રાન્જેક્શન પર વધારાનો ચાર્જ પણ લગાવવામાં આવી રહ્યા છે. જો કે 50,000 રૂપિયાથી ઓછી રકમના ટ્રાન્જેક્શન પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં, પરંતુ જો આવા પેમેન્ટની વેલ્યૂ 50,000થી વધુ હોય તો 1 ટકાનો ચાર્જ વસૂલવામાં આવશે, અહીં પણ પ્રતિ ટ્રાન્જેક્શન

પેટ્રોલ અને ડીઝલ પર ફી વસૂલાશે, વીમા પેમેન્ટમાં છૂટ
ફ્યુઅલ ટ્રાન્જેક્શનને લઇને જે નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, તે અંતર્ગત જો કાર્ડધારક 15,000 રૂપિયાથી ઓછું ફ્યુઅલ પેમેન્ટ કરે છે તો પછી કોઇ ફી વસૂલવામાં આવશે નહીં, પરંતુ તેનાથી વધુ ટ્રાન્જેક્શન માટે 1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. વીમા પ્રીમિયમની ચુકવણી વિશે વાત કરીએ તો વીમા ચુકવણી પર કોઈ વધારાના ચાર્જ લાગશે નહીં.

શૈક્ષણિક પેમેન્ટમાં આ છે નવો નિયમ
થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરવામાં આવતી કોઈપણ પ્રકારની એજ્યુકેશનલ પેમેન્ટ્સ પર પણ 1 ટકાના દરે ચાર્જ લેવામાં આવશે, જો કે, શૈક્ષણિક સંસ્થાઓની સત્તાવાર વેબસાઇટ અથવા POS મશીનો દ્વારા કરવામાં આવતી સીધી ચુકવણી પર આવો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. આ ઉપરાંત ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ પેમેન્ટ્સને પણ આ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે