Top Stories
khissu

ગુડલક કહેવાતા આ છોડની કરો ખેતી, નોકરી કરતા થશે સારી કમાણી

આજ કાલ લોકો નોકરી છોડી પોતાનો વ્યવસાય શરૂ કરવામાં વધારે રસ દાખવી રહ્યા છે. આ ઉપરાંત સરકાર પણ નવા સ્ટાર્ટ અપને આર્થિક રીતે મદદ કરી રહી છે. એવામાં જો તમે પણ કોઈ નવો બિઝનેસ શરૂ કરવા માગો છે પરંતુ નક્કી નથી કરી શકતા શું વ્યવસાય કરવો તો આજે અમે તમને એક એવો વ્યવસાય જણાવીશું જેના દ્વારા તમે સારામાં સારી કમાણી કરી શકશો. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે કોઈ મોટી રકમ રોકવાની પણ જરૂર નથી.

છેલ્લા બે વર્ષથી કોરોનાકાળ ચાલી રહ્યો છે તેથી આ દિવસોમાં ઔષધીય છોડની માંગ પણ ઘણી વધી ગઈ છે. ઘણા લોકોએ તેમને પૈસા કમાવવાનો સારો રસ્તો બનાવ્યો છે. બોંસાઈ પ્લાન્ટનો છોડ આ સિરીઝમાંમાં સામેલ છે, તમને જણાવી દઈએ કે વર્તમાન સમયમાં આ છોડને લોકો ગુડલક માની રહ્યા છે. તેથી જ તમે બોંસાઈ છોડ ઉગાડવા અને વેચવાનું શરૂ કરશો તો સારી કમાણી કરી શકશો.

બોંસાઈ પ્લાન્ટનો ઉપયોગ સુશોભનથી લઈને જ્યોતિષ અને સ્થાપત્ય માટે કરી શકાય છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર બોંસાઈ છોડની ખેતી માટે આર્થિક મદદ પણ કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ બિઝનેસ તમે માત્ર 20,000 રૂપિયામાં પણ શરૂ કરી શકો છો. હાલમાં, શરૂઆતમાં, તમે તેને તમારી જરૂરિયાત મુજબ નાના સ્તરે શરૂ કરી શકો છો. આ પછી જેમ જેમ નફો અને વેચાણ વધતુ જાય તેમ તેમ વ્યવસાયને વધુ મોટો કરી શકાય છે.

બે રીતે વેપાર કરી શકાય છે
આ વેપાર કરવાની  પ્રથમ રીત એ છે કે, તમે ખૂબ ઓછા પૈસાનું રોકાણ કરીને તમારા ઘરે આ વ્યવસાય શરૂ કરી શકો છો. પરંતુ તેમા થોડો સમય લાગશે. કારણ કે બોન્સાઈ પ્લાન્ટ તૈયાર થવામાં ઓછામાં ઓછા બેથી પાંચ વર્ષનો સમય લાગે છે. આ સિવાય તમે નર્સરીમાંથી તૈયાર છોડ લાવી 30 થી 50 ટકા વધુ કિંમતે વેચી શકો છો. આ છોડનો ઉપયોગ હાલમાં લકી પ્લાન્ટ તરીકે થઈ રહ્યો  છે. તેને ઘર અને ઓફિસમાં ડેકોરેશન માટે રાખવામાં આવે છે. તેથી આ પ્લાન્ટની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.હવે જો તેની કિંમતની વાત કરીએ તો તે 200 રૂપિયાથી લઈને 2500 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

આ બિઝનેસ કેવી રીતે શરૂ કરવો
તમારે આ વ્યવસાય શરૂ કરવા માટે શુધ્ધ પાણી, રેતાળ માટી કે રેતી, પોટ અને કાચના વાસણ, જમીન અથવા છત, 100 થી 150 ચોરસ ફૂટ, સ્વચ્છ કાંકરા અથવા કાચની ગોળીઓ, પાતળા વાયર, છોડ પર પાણી છાંટવા માટે સ્પ્રે બોટલ, શેડ બનાવવા માટે જાળીની જરૂર પડશે. આ ઉપરાંત જો તમે તેને નાના પાયે શરૂ કરવા માગો છો, તો લગભગ 5,000 રૂપિયાની જરૂર પડશે.

કેટલી થશે આવક
તમે એક હેક્ટરમાં 1500 થી 2500 રોપા વાવી શકો છો. જો તમે 3 ગુણા 2.5 મીટર પર એક રોપા વાવો છો, તો એક હેક્ટરમાં લગભગ 1500 છોડ રોપવામાં આવશે. તો બીજી તરફ તમે બે છોડની વચ્ચે બાકી રહેલી જગ્યામાં બીજો પાક ઉગાડી શકો છો. 4 વર્ષ પછી 3 થી 3.5 લાખ રૂપિયાની કમાણી શરૂ થશે. તમને જણાવી દઈએ કે દર વર્ષે રિપ્લાન્ટેશન કરવાની જરૂર નથી, કારણ કે આ છોડ લગભગ 40 વર્ષ સુધી ચાલે છે.