Top Stories
khissu

આ બેંકોએ રેપો આધારિત વ્યાજદરમાં કર્યો વધારો, હવે હોમ-ઓટો અને પર્સનલ લોન લેવી થશે મોંઘી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પોલિસી રેટ વધારવાના નિર્ણય બાદ, ICICI બેંકે એક્સટર્નલ સ્ટાન્ડર્ડ રેટ એટલે કે રેપો બેઝ્ડ ઈન્ટરેસ્ટ રેટ (EBLR) વધારીને 8.10 ટકા અને બેંક ઓફ બરોડાએ 6.90 ટકા કર્યો છે. મળતી માહિતી મુજબ, આરબીઆઈએ મોંઘવારી પર અંકુશ મેળવવા માટે પોલિસી રેટ (રેપો) 0.40 ટકાથી વધારીને 4.40 ટકા કરવાની જાહેરાત કરી છે. આ પછી બેંકોએ આ નિર્ણય લીધો છે. EBLR દરમાં વધારો ગ્રાહકો માટે વ્યક્તિગત લોન, ઓટો લોન અને હોમ લોન મોંઘી કરશે.

નવા દરો
સમાચાર અનુસાર, ખાનગી ક્ષેત્રની ICICI બેંકે કહ્યું કે રેપો રેટની સાથે ICICI-EBLRમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તે હવે 8.10 ટકા રહેશે. તે 4 મેથી લાગુ થશે. આ સિવાય જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ પણ એક્સટર્નલ સ્ટાન્ડર્ડ રેટના આધારે વ્યાજ દરમાં સુધારો કર્યો છે. સરકારી બેંકે જણાવ્યું હતું કે રિટેલ લોન માટે લાગુ BRLLR (બરોડા રેપો લિન્ક્ડ રેટ) 5 મે, 2022 થી ઘટાડીને 6.90 ટકા કરવામાં આવ્યો છે. તેમાં RBIનો 4.40 ટકા રેપો રેટ અને 2.50 ટકા 'માર્કઅપ'નો સમાવેશ થાય છે.

બીજી બેંકો પણ વધારી શકે છે વ્યાજ 
આઈસીઆઈસીઆઈ બેંક અને બેંક ઓફ બરોડા બાદ હવે દેશની ઘણી બેંકો પણ આગામી દિવસોમાં તેમના વ્યાજદરમાં વધારો કરી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે એવી પણ પુરી શક્યતા છે કે બેંકો ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ દર વધારી શકે છે. એટલે કે રોકાણકારો હવે FD પર વધુ વ્યાજ મેળવી શકશે.

કોટક મહિન્દ્રા બેંકે FD પર વધાર્યું વ્યાજ 
કોટક મહિન્દ્રા બેંકે ગુરુવારે રૂ. 2 કરોડ સુધીની ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ દરમાં 0.35 ટકાનો વધારો કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યા બાદ બેંકે ગુરુવારે આ જાહેરાત કરી છે. નવા વ્યાજ દરો 6 મે 2022થી લાગુ થશે. બેંકે 390 દિવસ માટે 2 કરોડ રૂપિયા સુધીની FD મેળવવા પર વ્યાજ દરમાં 0.30 ટકાનો વધારો કર્યો છે. હવે આ દર વધીને 5.50 ટકા થઈ ગયો છે. તેવી જ રીતે, 23 મહિના માટે FD પર વ્યાજ દરમાં 0.35 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જે હવે વધીને 5.60 ટકા થઈ ગયો છે.