Top Stories
khissu

Breaking News: Taukte વાવાઝોડાની દિશા બદલાઈ, હવે આ વાવાઝોડું ક્યાં ટકરાશે? જાણો કઈ કઈ જગ્યાએ થશે વરસાદ અને વાવાઝોડાની અસર?

કોરોના મહામારી વચ્ચે ગુજરાત માં વધુ એક મુશ્કેલી આવી પહોંચી છે. એક તરફ કોરોના અને બીજી તરફ વાવાઝોડું. ટૌકતે વાવાઝોડા એ તંત્ર અને લોકોની ચિંતામાં વધારો કર્યો છે. આ વર્ષનુ પ્રથમ વાવાઝોડુ Taukte ગુજરાતમાં ત્રાટકવાનુ છે. Taukte વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. લક્ષદ્વીપ માં લો પ્રેશર સર્જાયું છે જે વાવાઝોડા માં ફેરવાઈ જશે. Taukte વાવાઝોડુ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, કેરલ માં પણ ફૂંકાશે. હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા ને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની એક ખાનગી વેબસાઈટ મુજબ વેબસાઈટ મુજબ હાલ વાવાઝોડું સૌરાષ્ટ્રના કિનારેથી દિશા બદલીને હવે મધ્ય ગુજરાત તરફ આવી રહ્યું છે. આ વેબસાઈટમાં વાવાઝોડું મહારાષ્ટ્ર, દાહોદ, અમદાવાદ, વડોદરાથી આગલ વધીને મધ્યપ્રદેશથી રાજસ્થાન બાજુ આગળ વધશે તેવું દર્શાવી રહ્યુ છે.

આ વાવાઝોડાનું નામ ટૌકાતે કોણે રાખ્યુ?
આ વર્ષ 2021 નુ પહેલું ચક્રાવતી વાવાઝોડું આવશે જેનું નામ Taukte રાખવામાં આવ્યું છે. આ વખતે ચક્રવતિ વાવાઝોડા નુ નામ મ્યાનમાર તરફથી રાખવામાં આવ્યું છે. જેનો અર્થ ઉચ્ચ અવાજ કરવા વાળી ગરોળી થાય છે. તમને જણાવી દઈએ કે હિંદ મહાસાગર ક્ષેત્ર નાં આઠ દેશોએ ભારતના પહેલા ચક્રાવતિ વાવાઝોડા ને નામ આપવાની સિસ્ટમ શરૂ કરી હતી. આ દેશોમાં ભારત સિવાય બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, ઓમાન અને થાઇલેન્ડ નો સમાવેશ થાય છે.

હવામાન ખાતાએ ચેતવણી આપી હતી કે ડીપ વાવાઝોડામાં પરિણમશે. જેની અસરથી 15, 16 અને 17 મે દરમિયાન મુંબઈ, થાણા, રાયગઢ માં ભારે વરસાદ થાય તેવું શક્યતા છે અને રત્નાગીરી, સિંધુદુર્ગ માં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 18 અને 19 તારીખે અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમજ 16 તારીખે સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દિવમાં વરસાદ પડી શકે છે. હવામાન ખાતાએ ચેતવણી આપી છે કે 15, 16 અને 17 મે દરમિયાન taukte ગુજરાતના સમુદ્રકાંઠા પર 140 - 150 કિમી ઝડપે ફૂંકાય તેવા તોફાની પરિબળો ઘુમરાઈ રહ્યા છે. તેથી તમામ માછીમારો ને આ દિવસોમાં સમુદ્રમાં નહિ જવાના આદેશો આપવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવનગરના બંદરો ને એક નંબર નુ સિગ્નલ જાહેર કરી દીધું છે. દ્વારકા જિલ્લાના ઓખા સહિત તમામ બંદરો ને એલર્ટ કરી દેવાયા છે અને દરિયાકાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમજ અમરેલીના જાફરાબાદ લાઇટ હાઉસ વિસ્તારમાં એક નંબર નું સિગ્નલ લગાવ્યું છે. જાફરાબાદ ની મોટાભાગની બોટો દરિયામાં છે. વાયરલેસ ખરાબ હોવાથી અનેક બોટો નો સંપર્ક થતો નથી.

ઉલ્લેખનિય છે કે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડુ આવે તે વાત ની નવાઇ નથી પણ આ વાવાઝોડુ મે મહિનામાં આવી રહ્યું છે. છેલ્લા 21 વર્ષ બાદ આ પહેલી ઘટના છે. આ પહેલા 2001 માં મે મહિનામાં ગુજરાતમાં ARB-01 વાવાઝોડુ આવ્યું હતું. તે પછી મે મહિનામાં એક પણ વાવાઝોડુ આવ્યું નથી. 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ નિર્દેશો આપ્યા :- ગુજરાતમાં આવા પ્રકારના ચક્રાવતિ વાવાઝોડા ની આહટ બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એક બેઠક યોજી હતી અને દરિયાકાંઠાનાં જિલ્લાનાં અધિકારીઓને જાગૃત રહેવા અને જરૂરી પગલાં ભરવા નિર્દેશ આપ્યા હતા.