Top Stories
khissu

આ ખાતર નાખવાથી છોડ હંમેશા રહેશે લીલાછમ, જાણો કઈ રીતે તૈયાર કરવું એવું ખાતર...

દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે તે પોતાના ઘરના આંગણામાં સુંદર છોડ અને ફૂલના રોપા વાવે અને એના માટે તેઓ અલગ અલગ પ્રકારના ખાતરનો ઉપયોગ પણ કરતા હોય છે. ઘરની શોભાવધારવા અને વાતાવરણને ઓક્સિજનમય બનાવવા આવા નાના નાના છોડ બહુ ઉપયોગી બનતા હોય છે.

પરંતુ ઘણી વખત એવું બને કે આવા છોડ બહુ જલ્દી મુરઝાઈ જતા હોય છે અને એનું મુખ્ય કારણ હોય છે અયોગ્ય ખાતરનો ઉપયોગ. ખાતર સારું વાપરવામાં ન આવે એટલે છોડ મુરઝાઈ જતા હોય છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

આવા છોડને હંમેશા લીલાછમ રાખવા માટે કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તે છોડને હર્યા ભર્યા રાખવામાં ઘણી જ મદદ કરે છે. સાથે સાથે છોડવાઓને પોષણ પણ આપે છે.

આવું કમ્પોસ્ટ ખાતર બનાવવામાં ત્રણેક અઠવાડિયાનો સમય જોઈએ. આ ખાતર અનાજ, ફળ, ઈંડા, માટી, ચાની ભૂક્કી, ઘાસ અને અન્ય કચરામાંથી બનાવી શકાય એમ છે. આ બધું ભેળવી ત્રણેક અઠવાડિયા રાહ જુઓ, આ ખાતર તૈયાર થઈ જશે. ગરમીમાં આ ખાતર વધુ ઝડપથી તૈયાર થઇ શકે છે.