khissu

આરોપી ન હોવા છતાં પોલીસ તમારો મોબાઈલ તપાસવા માટે જપ્ત કરી શકે ખરા ? | કાયદો જાણો સતર્ક રહો.

CRPC ની કલમ 165 માં જણાવ્યા મુજબ પોલીસને તેના કેસ અંતર્ગત શંકા જતાં કોઈપણ જગ્યાએ શોધખોળ કરી શકે છે. જો પોલીસને લાગે કે તેને તમારા મોબાઈલમાંથી પુરાવા મળી શકે તેમ છે તો CRPCની કલમ 102 ના આધારે તપાસ માટે જપ્ત કરી શકે છે.

સી આર પી સી ની કલમ 102 માં જણાવ્યા મુજબ પોલીસને જો શંકા જાય છે કે તે વસ્તુ થી કોઈ પણ ગુનો થયો છે અથવા તેનાથી કોઈ સબૂત મળી શકે છે તો તેવા સંજોગોમાં પોલીસ તે વસ્તુને જપ્ત કરી શકે છે.

જો પોલીસ આવી રીતે મોબાઇલ કે વસ્તુ જપ્ત કરી લે છે તો તેની ગોપનીયતા છે ખરા ?

આપણા બંધારણમાં કલમ 21 મુજબ આપણને ગોપનીયતા (privacy) નો અધિકાર છે જે 2017ના સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે આપણો મૂળભૂત અધિકાર છે તેથી જો પોલીસ જે-તે વ્યક્તિનો મોબાઇલ કે વસ્તુ જપ્ત કરે છે તો પોલીસ તેની કોઈ પણ વસ્તુ લીક ન કરી શકે. જેટલી વસ્તુ તેના તપાસ માટે જરૂર છે તેટલી જ વસ્તુ તેની ચાર્જશીટ માં લખે છે.

તેમ છતાં જો વ્યક્તિને શંકા જાય કે તેની કોઇ વસ્તુ લીક થઈ શકે તેમ છે તો તેવા સંજોગોમાં તે વ્યક્તિ કોર્ટને કહી શકે કે તેની કોઇ વસ્તુ લીક થવી જોઈએ નહીં. જેથી કોર્ટ તેની વસ્તુઓ ગુપ્ત રાખવા આદેશ આપે છે અને જો કોઈ વસ્તુ લીક થાય છે તો વ્યક્તિ માનહાનિ નો કેસ કરી શકે છે.

આમ તો જ્યારે કોઇપણ અધિકારી કોઈ ઈલેક્ટ્રોનિક ડીવાઈસ જપ્ત કરતા હોય છે ત્યારે અમુક કાયદાનું પાલન કરવું પડતું પડે છે. સૌથી પહેલાં તેણે પંચનામું બનાવવું પડે છે જેમાં તે વ્યક્તિની સામે ઈલેક્ટ્રીક ડિવાઇસ બેગમાં સીઝ કરે છે અને જે-તે ઈલેક્ટ્રોનિક ડિવાઇઝની "Hash value" પણ લેવામાં આવે છે જેનાથી વસ્તુ જપ્ત કર્યા બાદ તે વ્યક્તિ ના મોબાઈલ માં કોઈ પણ વસ્તુની છેડછાડ થાય તો ખબર પડી જાય છે.

  • દીપીકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર ના કેસમાં NCB ને એવો શક હતો કે ત્રણે નજીલા પદાર્થનું સેવન કરે છે એટલે તેમાંથી તેને હાલમાં ચાલતા સુશાંતસિંહ રાજપૂતના કેસમાં મદદ મળી શકે તેમ છે તેથી ત્રણેયના મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા હતા.