Top Stories
khissu

RBIની જાહેરાત પહેલા જ મોંઘી થવા લાગી લોન, આ 3 મોટી બેન્કોએ કર્યો વ્યાજદરમાં વધારો

આરબીઆઈની નાણાકીય સમીક્ષા ચાલી રહી છે. પરંતુ રિઝર્વ બેંકની જાહેરાત પહેલા જ બેંકોએ વ્યાજ દરમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે. એટલે કે હવે તમારા પર EMIનો બોજ પણ વધશે.

ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં આરબીઆઈ એમપીસીની બેઠકમાં રેપો રેટ વધારવાની જાહેરાત બાદ તમામ બેંકોએ એક પછી એક વ્યાજદરમાં વધારો કર્યો હતો. હાલમાં રિઝર્વ બેંકની 3 દિવસીય બેઠક ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠક બાદ રિઝર્વ બેંક રેપો રેટ વધારવાની જાહેરાત કરી શકે છે. આ આશંકા વચ્ચે, ઘણી બેંકોએ પહેલેથી જ વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે. રિઝર્વ બેંક બુધવારે મીટિંગના પરિણામો વિશે માહિતી આપશે, પરંતુ તે પહેલા ત્રણ બેંકોએ મંગળવારથી જ વ્યાજદરમાં વધારો કર્યો છે.

કઇ છે આ બેંકો?
જે 3 બેંકોએ લોન પર વ્યાજ દરમાં વધારો કર્યો છે, તે કેનેરા બેંક, HDFC બેંક અને કરુર વૈશ્ય બેંક છે. કેનેરા બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નવા વ્યાજ દર 7 જૂનથી લાગુ થશે. આ સિવાય કેનેરા બેંકે માર્જિન કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં પણ 0.05 ટકાનો વધારો કર્યો છે. કરુર વૈશ્ય બેંકે તેના બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR)માં 0.40 ટકાનો વધારો કર્યો છે, જ્યારે HDFC એ પણ તેના MCLRમાં 0.35 ટકાનો વધારો કર્યો છે.

દેવું કેટલું વધ્યું
કેનેરા બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બેંકે એક વર્ષની લોન માટે MCLR 0.05 ટકા વધારીને 7.40 ટકા કર્યો છે, 6 મહિના માટે આ દર 7.30 ટકાથી વધારીને 7.35 ટકા કરવામાં આવ્યો છે. બીજી તરફ, ખાનગી ક્ષેત્રની કરુર વૈશ્ય બેંકે BPLR 0.40 ટકા વધારીને 13.75 ટકા કર્યો છે અને બેસિસ પોઇન્ટ 0.40 ટકાથી વધારીને 8.75 ટકા કર્યો છે.

HDFC એ પણ વધાર્યો MCLR 
ખાનગી ક્ષેત્રની મોટી બેંક HDFC એ લોન માટેનો MCLR 7.15 ટકાથી વધારીને 7.50 ટકા કર્યો છે. આ અંતર્ગત એક મહિનાની લોનનો વ્યાજ દર 7.20 ટકાથી વધારીને 7.55 ટકા કરવામાં આવ્યો છે. આ વધારા બાદ 3 મહિનાની લોન માટે MCLR ઘટાડીને 7.60 ટકા અને 6 મહિનાની લોન માટે 7.70 ટકા કરી દેવામાં આવ્યો છે. જ્યારે એક વર્ષ માટે લોન 7.85 ટકાના દરે મળશે. તે જ સમયે, બે વર્ષ માટે 7.95 ટકા અને ત્રણ વર્ષ માટે 8.05 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે.

રેપો રેટ વધારી શકાય છે
રિઝર્વ બેંકની 3 દિવસીય નાણાકીય સમીક્ષા સોમવારથી ચાલી રહી છે. તમામની નજર આ બેઠક પર છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે RBIની આ બેઠકમાં રેપો રેટમાં 35 થી 40 બેસિસ પોઈન્ટ્સનો વધારો થઈ શકે છે.