Top Stories
khissu

સાવધાન ખેડૂતો / અરબી સમુદ્રમાં સિસ્ટમ, દિવાળીમાં માવઠાની શક્યતા? ક્યાં-ક્યાં જીલ્લામાં?

હાલમાં ગુજરાતમાં ઠંડીનો માહોલ ચાલુ થઈ ચૂક્યો છે. જોકે અંબાલાલ કાકાએ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં વાવાઝોડા સર્જાશે તેવી આગાહી કરી હતી. તો શું સિસ્ટમ મુજબ આવનાર દિવસોમાં વાવાઝોડા કે માવઠાની શકયતાં ખરી?

દિવાળીમાં માવઠું?
Weather નાં અમુક મોડેલ મુજબ આવનાર દિવસોમાં અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળી રહી છે. જ્યારે અમુક મોડેલમાં સાવ શકયતા દેખાતી નથી. એટલે લાંબા ગાળાની શક્યતાઓમાં માવઠું કે વરસાદ પડવાની શક્યતાઓ 50% જ ગણી શકાય. જેમાં ખાસ કરીને ચોમાસાની વિદાય પણ થઈ ચૂકી છે, એટલે મજબૂત એન્ટી સાઇક્લોનિક સિસ્ટમ પણ વરસાદ માટેના પરીબળો બનવા દેતી નથી. જોકે આવનાર દિવસોમાં વાવાઝોડાની કોઈ શક્યતા નથી.

જો માવઠું થાય તો કઈ તારીખોમાં શકયતાં?
નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં બે તારીખથી લઈને પાંચ તારીખ સુધી સામાન્ય માવઠું થવાની શક્યતાઓ જણાઈ રહી છે. આ માવઠાની સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ સામાન્ય શક્યતાઓ જણાઈ રહી છે. હાલ આ શકયતાઓ 50% ગણવી. આગળ વધારે માહિતી આપવામાં આવશે.

વરસાદનાં છેલ્લાં સ્વાતિ નક્ષત્રનો આરંભ 
આજથી (23-10-2021) રાજ્યમાં વરસાદના અંતિમ સ્વાતિ નક્ષત્રની શરૂઆત થઇ ચૂકી છે. સ્વાતિ નક્ષત્રમાં વાહન ગધેડો છે. આજે સવારે 6:15 કલાકે નક્ષત્રની શરૂઆત થઈ છે. વરસાદનું છેલ્લું નક્ષત્ર હોવાથી વરસાદની કોઈ સંભાવના હોતી નથી.

નોંધ:- જેમ-જેમ સિસ્ટમ નજીક આવશે, મોડેલમાં ચિત્ર સ્પષ્ટ જણાશે તેમ વધારે માહિતી આગળ Khissu ની Application માં જણાવામાં આવશે. ચોમાસા વિદાય અને મોડલની સ્થિતિ મુજબ આગાહીમાં ફેરફાર થઈ શકે છે.