Top Stories
સાવધાન ગુજરાત: ચોમાસા પહેલા અરબી સમુદ્રની મોટી સિસ્ટમ આ તારીખમાં ગુજરાતને ધમરોળશે

સાવધાન ગુજરાત: ચોમાસા પહેલા અરબી સમુદ્રની મોટી સિસ્ટમ આ તારીખમાં ગુજરાતને ધમરોળશે

સાવધાન ખેડૂત ભાઈઓ, ખેતીનાં દરેક કામો વહેલી તકે પતાવી દેજો કેમ કે હવામાન વિભાગ દ્વારા જે ચોમાસાની આગાહી કરવામાં આવી છે તેમની કરતા પણ વહેલો વરસાદ ગુજરાતમાં જોવા મળશે કેમ કે 10 તારીખ પછી અરબી સમુદ્ર લાગુ મહારાષ્ટ્ર, કર્ણાટક કેરળ અને ગુજરાતના વિસ્તારોમાં એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (સિસ્ટમ - ટ્રફ- વાદળાં નો ઘેરાવો) તૈયાર થઈ રહ્યું છે જે ચોમાસા નાં પરિબળો ને વધારે તેજ બનાવશે અને હવામાન વિભાગની આગાહી કરતાં વહેલો વરસાદ ગુજરાતમાં ચાલુ થઈ જશે. જે વરસાદ તોફાની અને વાવણી લાયક હશે. 

ચોમાસા પહેલા ગુજરાતમાં જોરદાર બનશે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી:  હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ૧૭થી ૨૦ જૂન વચ્ચે ચોમાસુ પહોંચી જશે પરંતુ તે પહેલાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ગુજરાતમાં ચાલુ થઇ જશે. જો કે હાલ ઘણા મોડલો એવું બતાવી રહ્યા છે કે 10 તારીખ પછી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબી સમુદ્રમાં તૈયાર થશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના પરિબળોને કારણે ગુજરાતમાં વહેલો વરસાદ આવી શકે છે. જે વરસાદ 10 તારીખ પછી દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે. હાલ મોડેલ નાં માધ્યમથી જે વરસાદ જોવા મળી રહ્યો છે તે મુજબ અમુક વિસ્તારોમાં તોફાની અને ભારે થી અતિ-ભારે પણ હોય શકે છે. જે વાવણી લાયક વરસાદ તો 90% હશે જ. અને હાલ જે પરિબળો સાથે દક્ષિણ ભારતથી ચોમાસું આગળ વધી રહ્યું છે તેવી જ ઝડપે આગળ વધશે તો ગુજરાતમાં વહેલું ચોમાસું પહોંચી જશે.

હવામાન વિભાગે શું જણાવ્યું છે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતમાં નૈઋત્યનું ચોમાસુ ચાલુ થઈ ચૂક્યું છે અને તે ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે આ ચોમાસું સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં 17 થી 20 જૂન ની વચ્ચે પહોંચી જશે ત્યાર પછી 23 જૂન આસપાસ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અને ત્યાર પછી 28 જૂન આજુબાજુ ઊત્તર ગુજરાત અને છેલ્લે કચ્છમાં ચોમાસુ પહોંચશે. આ વર્ષે એકંદરે ચોમાસું સારું રહશે અને 96 થી 104 % વરસાદ પડશે.

ગુજરાતમાં ચોમાસું કેટલું વહેલું પહોંચી શકે છે?
હાલ ચોમાસું ઝડપથી આગળ વધી આગળ વધી રહ્યું છે. કેરળ બાદ ગઈ કાલે કર્ણાટક સુધી પહોંચી ગયુ હતું અને આગમી 3 દિવસમાં મહારાષ્ટ્ર માં પહોંચી જશે તેવા ખાસ પરિબળો જોવા મળી રહ્યાં છે. આ વખતે ચોમાસું ઓડિશા તરફ આગળ વધવાની જગ્યાએ ગુજરાત તરફ ઝડપી આગળ વધી રહ્યું છે. સાથે 11 જૂને આસપાસ બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનશે. લો-પ્રેશર નાં કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ બાજુ ચોમાસા ને વેગ મળશે. 

વેધર નાં ઘણાં મોડેલ હાલ એવું બતાવી રહ્યા છે કે 11 થી 15 તારીખ વચ્ચે અરબી સમુદ્ર લાગુ વિસ્તારોમાં મોટો ટ્રફ ( સિસ્ટમ - વાદળનો ઘેરાવો) બનશે જે ગુજરાતમાં ભારે વરસાદ આપી શકે છે. આ ઘેરાવો કેરળ થી કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી હશે જે દરેક રાજ્યોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. આપ સૌ જાણો છો કે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં 17 થી 20 જૂન ચોમાસું પહોંચી જશે પરંતુ હાલમાં દેખાડી રહેલ સિસ્ટમ મોટી બનશે તો ગુજરાતમાં ચોમાસું વહેલાં બેસી જશે અને વાવણી લાયક વરસાદ પણ જોવા મળશે. જોકે હવામાન ખાતાને ચોમાસા માટેનાં જે પરિબળો જોવા મળવા જોવે એ ના મળે પરંતુ ભારે તોફાની વરસાદ તો ચાલુ થઈ જ જશે. ચોમાસુ સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતમાં ત્યારબાદ સૌરાષ્ટ્ર માં અને ત્યાર પછી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે અને છેલ્લે કચ્છમાં ચોમાસુ જોવા મળશે.

આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરી લો.