Top Stories
khissu

આ બે બેંકોએ કર્યો FDના દરમાં વધારો, હવે પહેલાં કરતા વધુ મળશે વ્યાજ, જાણી લો તેના લેટેસ્ટ રેટ

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં ફેરફાર કર્યા પછી ઘણી બેંકોએ તેમના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકે પણ તેમની ફિક્સ ડિપોઝીટના દરમાં વધારો કર્યો છે. જો તમે પણ આ બેંકોમાં તમારી FD કરાવવા માંગો છો તો હવે તમને પહેલા કરતા વધુ વ્યાજ મળશે. તો ચાલો જાણીએ કે આ બેંકો હવે FD પર કેટલું વ્યાજ આપી રહી છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના FD દરો
જો તમારી ફિક્સ્ડ ડિપોઝિટ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં છે, તો તમને 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની 7 થી 14 દિવસની FD પર 2.75 ટકા વ્યાજ મળશે. 15 થી 45 દિવસે 2.90 ટકા, 46 થી 90 દિવસે 3.25 ટકા, 91 થી 179 દિવસે 3.80 ટકા.

ઇન્ડિયન ઓવરસીઝ બેંકના FD દરો
ઈન્ડિયન ઓવરસીઝ બેંકના ગ્રાહકોને હવે 46 થી 90 દિવસની એફડી પર 3.50ની સરખામણીએ 3.75 ટકા વ્યાજ મળશે અને 1 થી 2 વર્ષની એફડી પર 5.15 ટકાની સામે 5.40 ટકા વ્યાજ મળશે. ગ્રાહકોને 180 થી 364 દિવસ માટે 4.35 ટકા વ્યાજ મળશે. તે જ સમયે, 1 વર્ષથી 2 વર્ષ માટે 5.20 ટકા અને 2 થી 3 વર્ષ માટે 5.30 ટકા મળશે.

FDના વ્યાજ પર વસૂલવામાં આવે છે ટેક્સ 
એક નાણાકીય વર્ષમાં, જો બેંકની FD પર મળતું વ્યાજ 40 હજાર રૂપિયાથી ઓછું હોય, તો ગ્રાહકોને તેના પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પરંતુ જો આ રકમ તેનાથી વધુ હોય તો તેના પર 10 ટકા TDS કાપવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા 50 હજાર રૂપિયા છે.