Top Stories
khissu

દિવાળી સુધીમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા? બે સિસ્ટમ સક્રિય? કેટલી અસર?

હવામાન વિભાગની જાહેરાત મુજબ 12 ઓક્ટોબરે સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસાયે વિદાય લઈ લીધી છે. જો કે ચોમાસા વિદાય બાદ જે વરસાદ વરસતો હોય તેમને માવઠા સ્વરૂપે વરસાદ ગણવામાં આવે છે. છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતમાં ભારે ગરમી ચાલુ થઈ ચૂકી છે. આજે જાણીશું કે હાલમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ બની રહી છે તેમની અસર ગુજરાતમાં થશે કે કેમ?

15 ઓક્ટોબરની અપડેટ મુજબ?
15 તારીખની અપડેટ મુજબ અરબી સમુદ્રમાં કેરળ પાસે એક નાની સિસ્ટમ સક્રિય છે. જે સિસ્ટમ આવનારા બે દિવસમાં સંપૂર્ણ નબળી પડી જશે જેમની ગુજરાત પર કોઈ અસર જોવા મળશે નહીં. અરબી સમુદ્રની લો-પ્રેશર સિસ્ટમથી ગુજરાતને કોઇ પણ પ્રકારનો ખતરો નથી.

જ્યારે બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જોકે તે લો-પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્ર કરતા થોડી મજબૂત છે. આવનાર બેથી-ત્રણ દિવસમાં પૂર્વ-ઉત્તર ભારતનાં રાજયો તરફ ગતિ કરશે. જોકે તેમની અસર પણ ગુજરાતમાં નહિવત્ છે. બંગાળની ખાડીની સિસ્ટમ વાવાઝોડા સુધી જશે તો જવાદ વાવાઝોડું નામ આપવામાં આવશે.

દિવાળી સુધીમાં વાવાઝોડાની શક્યતા?
દિવાળી સુધીમા ગુજરાત પર કોઈ વાવાઝોડાનો ખતરો નથી અને માવઠા સ્વરૂપે વરસાદ થાય એવી શક્યતાઓ પણ ખૂબ જ ઓછી જણાઇ રહી છે. જોકે આવનાર દિવસોમાં હવે જાકળ અને ઠંડીની શરૃઆત થઈ જશે. ખેડૂત ભાઈઓ હવે પોતાની ખેતી બિન્દાસથી કરી શકે છે.

હવામાન વિભાગે પણ દક્ષિણ ભારતના અમુક રાજ્યોને છોડતા, ઉત્તર ભારત અને મધ્ય ભારતમાંથી ચોમાસાની વિદાય માટેની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. જોકે ગુજરાતમાંથી પણ ૧૨ ઓક્ટોબરે ચોમાસાએ સંપૂર્ણ વિદાય લીધી છે.