khissu

આ નવરાત્રિએ 110 ટકા વરસાદ ખાબકશે, પવન-કરા સાથે મેઘરાજા ખેલૈયાની મોજ બગાડશે, જાણી લો નવી ઘાતક આગાહી

Rain Forecast in Gujarat: આમ તો હવે ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિવાદ લઈ લીધી છે. ચોમાસાની વિદાય છતાં નવરાત્રીમાં વરસાદની શક્યતા છે અને અલગ અલગ આગાહીઓ સામે આવતી રહે છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી 17 ઓક્ટોબરથી 19 ઓક્ટોબરની વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈને ભારે પવન, કરા સાથે વરસાદની શક્યતા છે.

આ 17થી 19 ઓક્ટોબર દરમિયાન હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ ખાબકશે. તો બીજી બાજુ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 14 અને 15 ઓક્ટોબરે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાલયના ભાગોમાં કરા પડી શકે છે. જેથી ગુજરાતમાં ઠંડીનો અનુભવ થશે.

એ જ રીતે આગાહી એવું પણ કહે છે કે તા.9 સુધી આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ ગુજરાતના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ શકે છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં હાઈ પ્રેશર બનશે.  અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યુ છે કે, આ શનિવાર સુધીમાં એટલે 14મી ઓક્ટોબર સુધીમાં વરસાદ પડવાની કોઇ સંભાવના નથી.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં હાલમાં વાતાવરણ ડખે ચડ્યું છે. ક્યાંક કેટલાંક રાજ્યોમાં વિદાયનો સિલસિલો જારી છે, ક્યાંક ઠંડીએ દસ્તક દીધી છે તો ક્યારેક ગરમી, ક્યારેક વરસાદ તો ક્યારેક વાવાઝોડું અનુભવાય છે.