આંગણવાડી થી કોલેજ સુધી ની શિક્ષણ પદ્ધતિ માં થસે બદલાવ: જાણો આવનાર નવી શિક્ષણ નીતિ

ભારતમાં અને ગુજરાત માં છેલ્લા 34 વર્ષ પછી નવી શિક્ષણ પદ્ધતિ અમલમાં આવશે.

  • નવી શિક્ષણ પદ્ધતિ 5+3+3+4 મુજબ હશે.
  • જેમાં 12 વર્ષ અભ્યાસ માટે + 3 વર્ષ આંગણવાડી નો સમાવેશ થશે.
  • એટલે કે પહેલા પાંચ 5 વર્ષ  જેમાં 1-3 વર્ષે બાળમંદિર + 1,2 ધોરણ ( બાળક ના 3 વર્ષ થી શિક્ષણ ની શરૂઆત થઈ જશે, જેમાં પાયાનું શિક્ષણ અને સંખ્યા જ્ઞાન મેળવે તે માટે રાજ્ય દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. )
  • ત્યાર પછી 3: જેમાં 3-4-5 ધોરણ ના વિધાર્થીઓ હશે,જેમાં માતૃભાષા પર ભાર મૂકવામાં આવશે અને English ફરજિયાત નથી.
  • ત્યાર પછી ફરી 3 જેમાં : 6-7-8 ધોરણ હશે, જેમાં ધોરણ- 6 થી જ રોજગાર લક્ષી શિક્ષણ ચાલુ થશે એની માટે 10 દિવસ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ  ગોઠવાશે જેથી રસ નો વિષય વિધાર્થીઓ પસંદ કરી શકે જેમ કે સુથાર કામ, માટી કામ, ઇલેક્ટ્રિક કામ વગેરે...
  • ત્યાર પછી 4 છે : જેમાં ધોરણ 9-10-11-12  નો સમાવેશ થાય છે. જેમાં દરેક Exam સેમેસ્ટર થી લેવાશે અને એક વર્ષમાં બે સેમેસ્ટર હશે. ધોરણ-10 અને 12 માં બોર્ડની પરીક્ષા હશે જ પરંતુ તેને સરળ કરી દેવામાં આવશે.
  • ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન ન મળે તો એમને CAT ( કોમન એપ્ટિટ્યુડ ટેસ્ટ) ની એકઝામ આપવી પડશે. જેમાં ધોરણ 12 અને CAT  નું મેરીટ ગણવામાં આવશે.

કોલેજ શિક્ષણ માં સુધારા? 

કોલેજ શિક્ષણને ત્રણ વર્ષ અને ચાર વર્ષમાં વિભાજન કર્યું છે, દરેક વર્ષે સર્ટીફીકેટ મળશે જે આગળ તમારે કામ આવશે.

  • વિધાર્થી કોલેજ નું એક વર્ષ પૂર્ણ કરે તો - સર્ટીફીકેટ કોર્સ.
  • વિદ્યાર્થી કોલેજના બે વર્ષ પૂર્ણ કરે તો- ડિપ્લોમા કોર્સ નું સર્ટીફીકેટ.
  • જો કોઈ વિદ્યાર્થી કોલેજનાં ત્રણ વર્ષ પૂર્ણ કરે તો એમને ડિગ્રી સર્ટિફિકેટ મળશે.
  • જો ચાર વર્ષ પૂર્ણ કરશે તો રિસર્ચ સર્ટિફિકેટ મળશે.
  • આ ચાર વર્ષમાં વિધાર્થીઓ મનપસંદ વિષય પસંદ કરી શકાશે.
  • B. Ed કોર્સ ચાર વર્ષનો થશે અને B. Ed ધોરણ 12 પછી પણ કરી શકાશે.
  • કોલેજની ફી સરકાર દ્વારા જ નક્કી કરવામાં આવશે અને દરેક વિદ્યાર્થી માટે સરખી રહેશે.
  • કોઈ વિદ્યાર્થીઓ બીજી ભાષા શીખવા માગતા હશે તો પણ માધ્યમિક સ્થળે સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ સાથે SC/ST/OBC/EWS ના વિધાર્થીઓ માટે Scholarship Pogram હાલ છે એમને વધારવામાં આવશે.

મિત્રો, હજી આપને આ નવી શિક્ષણ નીતિ સમજ માં નથી આવતી તો ઉપર આપેલ વિડિયો જોવો.  - આભાર