Top Stories
khissu

વાતાવરણમાં ભારે પલટો: આજે રાત્રે અને આવતી કાલે (3-4 જૂને) ક્યાં-ક્યાં જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ?

આજે 3 જૂન છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારતનાં કેરળ માં આજે ચોમાંસુ બેસી જશે એટલે કે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, ત્યાર બાદ ચોમાસું આગળ વધશે અને ગુજરાતમાં 15 થી 17 જૂન વચ્ચે પહોંચી શકે છે. પરંતુ ગુજરાતમાં તેમના પહેલાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ જશે જે મુજબ હાલ ચાલુ થઈ ચૂકી છે. અરબી સમુદ્ર માં તૈયાર થયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બનસને કારણે આગામી 6 જૂન સુધી ગુજરાતનાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે 

હવામાન વિભાગની (પ્રિ મોન્સૂન) આગાહી મુજબ ગુજરાતનાં વાતાવરણમાં આજે વહેલી સવારથી અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. આજે અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી.

આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વાતાવરણમાં પલટો અને ક્યાં-ક્યાં પડ્યો વરસાદ? આજે વહેલી સવારે ભરૂચ, સુરતના પાલ અને અડાજણ વિસ્તાર, ગઈ કાલે મોડી રાત્રે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા એન અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાથે ગાંધીનગર, અને મહીસાગર માં પણ વરસાદ જોવા મળ્યો હતો. આ વરસાદ થી ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન ની ભીતિ સેવાઇ રહી છે.

આજે ક્યાં-ક્યાં જિલ્લા વરસાદ આગાહી? હવામાન વિભાગે 3-4 જૂને સૌરાષ્ટ્ર માં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટ માં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાઠામાં, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં આગાહી કરવામાં આવી છે. 4-5 તારીખે હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ અને ગાજવીજ સાથે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, આંનદ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી માં આગાહી કરવામાં આવી છે.