khissu

કપાસના ભાવમાં ઘટાડો યથાવત, શું હવે કપાસના ભાવ વધશે ?

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર લાઈનની કપાસની આવકો ઓછી થવા લાગી છે પરંતુ કડીમાં હજી પણ આવકો સારી હોવાથી ભાવમાં સતત બીજા દિવસે ત્યાં રૂ.૫થી ૧૦નો ઘટાડો હતો. જો રૂનાં ભાવ વધુ ઘટશે નહીં તો કપાસની બજારો શનિવારે કે સોમવારે સુધરવી જોઈએ.

અત્યારે વોશનાં ભાવ નીચા હોવાથી પિલાણ મિલોને મોટી ડિસ્પેરિટી છે, પરિણામે કપાસિયા સીડ ઊંચા ભાવથી વેપારો ન આવે તેવી ધારણાં છેઅને તેની અસર કપાસની બજારને પણ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: કપાસના ભાવમાં ઘટાડાની શરૂઆત, જાણો કેવા રહશે કપાસના ભાવ

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૫૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૫૭૦ થી ૧૬૪૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૫૮૦ થી ૧૬૩૦નાં હતાં. કડીમાં મહારાષ્ટ્રની ૧૫૦થી ૨૦૦ ગાડી અને કાઠીયાવાડની ૪૦થી ૫૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૬૦૦થી ૧૬૪૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૬૨૦ થી ૧૬૮૦નાં હતાં. સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૮૦ હજાર મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બાબરામાં રૂ.૧૭૧૮ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ તળાજામાં રૂ.૧૨૬૦ હતાં.

સરેરાશ ભાવ રૂ.૧૬૦૦થી ૧૬૭૫ વચ્ચે અથડાય રહ્યાં હતાં. રાજકોટમાં ૧૪થી ૧૫ હજાર મણની આવક હતી અને ભાવ ફોર-જીમાં રૂ.૧૬૬૦થી ૧૬૭૫, એપ્લસમાં રૂ.૧૬૩૦થી ૧૬૫૦, એમાં રૂ.૧૬૦૦થી ૧૬૩૦, બી ગ્રેડમાં રૂ.૧૫૮૦થી ૧૬૦૦, સી ગ્રેડમાં રૂ.૧૪૫૦થી ૧૫૩૦નાં હતાં.