કપાસની બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને ભાવ મણે રૂ.૫થી ૧૦ જેવા ઘટ્યાં હતાં. જોકે મહારાષ્ટ્રની આવકો નીચા ભાવને કારણે આજે ઘટી ગઈ હતી. સૌરાષ્ટ્ર અને કડી બંને બાજુ ઘટાડો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં કપાસનાં બજારો રૂની બજાર ઘટશે તો વધુ ઘટી શકે છે.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૭૫ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૫૫૦ થી ૧૬૨૫, મહારાષ્ટ્રનાં રૂ.૧૫૫૦ થી ૧૫૭૦નાં હતાં. કડીમાં મહારાષ્ટ્રની ૧૦૦થી ૧૨૫ ગાડી અને કાઠીયાવાડની ૫૦થી ૬૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૫૬૦થી ૧૬૦૦ વચ્ચે હતાં.
આ પણ વાંચો: કપાસનાં ભાવમાં વધારો ઝીંકાયો: શું હવે ભાવ વધશે ? જાણો શું છે બજાર હલચલ
કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૫૮૦ થી ૧૬૮૦નાં હતાં. સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૮૬ હજાર મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બાબરામાં રૂ.૧૧૫ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ તળાજામાં રૂ.૧૩૫૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૬૦૦થી ૧૬૭૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.
રાજકોટમાં ૧૪થી ૧૫ હજાર મણની આવક હતી અને ભાવ ફોર-જીમાં રૂ.૧૬૫૦થી ૧૬૬૫, એપ્લસમાં રૂ.૧૬૨૦થી ૧૬૫૦, એમાં રૂ.૧૬૧૦થી ૧૬૨૦, બી ગ્રેડમાં રૂ.૧૫૭૦થી ૧૬૦૦, સી ગ્રેડમાં રૂ.૧૫૧૦થી ૧૫૬૦નાં હતાં. એક એન્ટ્રી રૂ.૧૬૭૦નાં હતાં.