khissu

કપાસનાં ભાવમાં ઉછાળો ઝીંકાયો: 1900+ નાં ભાવો, જાણો આજનાં બજાર ભાવ

કપાસમાં શનિવારે સપ્તાહના આખરી દિવસે કપાસમાં પ્રતિ મણે રૂ.25-30નો સુધારો નોંધાયો હતો. શનિવારે કેટલાક યાર્ડોમાં કપાસના ભાવ રૂ.1900ના મથાળે અથડાઇ ગયા હતા, હાલ આ ભાવમાં કપાસ ખરીદી જીનર્સોને રૂ તૈયાર કરવામાં પ્રતિખાંડીએ અંદાજે રૂ.2500 સુધીની ડીસ્પેરિટી હોવાને કારણે બજારમાં મર્યાદીત કામકાજો થઇ રહ્યા છે. 

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાના ગ્રાહકોને મોટો ઝટકો, બેંકે વધાર્યો MCLR, હવે મોંઘી થશે લોન

જીનર્સોનો ખરીદીમાં ઉત્સાહ દેખાતો નથી. અગ્રણી માર્કેટિંગ યાર્ડોમાં સોમવારે બે લાખ મણે આવક નોંધાયા બાદ આવકો સતત ઘટવા લાગી હતી, આજે શનિવારે ફરી યાર્ડોમાં 1.98 લાખ મણની આવક નોંધાઇ હતી. બીજી તરફ હાલ પરપ્રાંત તરફથી એક માત્રમુંબઇ ખાનદેશ લાઇનમાંથી દૈનિક 45-50 ગાડીઓની કપાસની આવક નોંધાઇ રહી છે. એમ.પી. અને કર્ણાટક સહિતની લાઇનો શરૂ થઇ નથી. આ સપ્તાહમાં અગ્રણી માર્કેટિંગ યાર્ડોમાં કપાસની કુલ 10.81 લાખ મણની આવકો નોંધાતા તે મુજબના કામકાજ થયા હતા. કપાસના ભાવ આખું અઠવાડિયું રૂ.1800ની આસપાસ બોલાયા બાદ શનિવારે કપાસના ભાવ રૂ.1900ના મથાળે જોવા મળ્યા હતા.

ટોચના બ્રોકરોએ જણાવ્યું હતું કે, આજે લોકલ યાર્ડોના કપાસના ભાવમાં થોડો સુધારો થયો હતો. પરપ્રાંતથી આવેલા કપાસના ભાવમાં પડી પોઝિશન હતી. મહારાષ્ટ્રમાંથી આજે 30-35 ગાડીની આવકે કપાસમાં પ્રતિ મણે રૂ.1750-1820ના ભાવે, લોકલ કપાસમાં 90-100 ગાડીની આવકે રૂ.1800-1850ના ભાવે અને મેઇન લાઇનમાંથી 25-30 સાધનોની આવક વચ્ચે રૂ.1770-1825ના ભાવે કામકાજ થયા હતા. જીનર્સોમાં ખરીદીને લઇને ખાસ ઉત્સાહ દેખાતો ન હતો. 

 

આજે જીનપહોંચ રૂ.1875 સુધી કામકાજ થયા હતા, તો ગામડે બેઠા રૂ.1825-1850 તેમજ યાર્ડોમાં રૂ.1800ના ભાવે કામકાજ થયા હતા. હજુ છુટથી કપાસ આવતો નથી.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં કરો રોકાણ, જે 10 વર્ષમાં આપશે બમણું વળતર

શનિવારે રાજકોટમાં કપાસની 17,000, બોટાદમાં 60,000, હળવદમાં 22,000, જસદણમાં 20,000, બાબરામાં 13,000 સહિત મુખ્ય માર્કેટિંગ યાર્ડોમાં કુલ 1,98,700 મણની આવક નોંધાઇ હતી. કપાસમાં સરેરાશ પ્રતિ મણે રૂ.1670-1941ના ભાવે કામકાજ થયા હતા. સૌથી ઊંચા ભાવ મોરબી યાર્ડમાં બોલાયા હતા. ખાસ કરીને રાજકોટ, બોટાદ, સાવરકુંડલા, ગોંડલ, બાબરા, વાંકાનેર, મોરબી, ગઢડા અન વીંછિયા સહિતના યાર્ડોમાં કપાસના ભાવે રૂ.1900નું મથાળું કુદાવી દીધુ હતું.

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

 

તા. 12/11/2022 શનિવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ18051925
અમરેલી10901900
સાવરકુંડલા17001900
જસદણ17501895
બોટાદ16191951
મહુવા16841815
ગોંડલ17411901
કાલાવડ18001915
જામજોધપુર17501921
ભાવનગર15551882
જામનગર16501895
બાબરા18101925
જેતપુર12001901
વાંકાનેર17001926
મોરબી17811941
રાજુલા17501835
હળવદ17001891
વિસાવદર17901876
તળાજા17011837
બગસરા17451937
જુનાગઢ17501848
ઉપલેટા16501870
માણાવદર17501920
ધોરાજી16961906
વિછીયા17701900
ભેંસાણ17001896
ધારી17001900
લાલપુર17351900
ખંભાળિયા17501851
ધ્રોલ17381886
દશાડાપાટડી17501771
પાલીતાણા16401890
સાયલા18001900
હારીજ18111901
ધનસૂરા16001760
વિસનગર16001884
વિજાપુર17501800
કુકરવાડા17001858
ગોજારીયા18271886
હિંમતનગર15951864
માણસા17691881
કડી17011879
મોડાસા16001691
પાટણ17801882
થરા18021865
તલોદ16501830
સિધ્ધપુર17201900
ડોળાસા16301862
ટિંટોઇ15501705
દીયોદર17501870
બેચરાજી17801855
ગઢડા17251903
ઢસા17701870
કપડવંજ15501600
ધંધુકા17951886
વીરમગામ16821853
જાદર15001800
જોટાણા17651811
ચાણસ્મા17931868
ભીલડી16001745
ખેડબ્રહ્મા17351800
ઉનાવા17001882
શિહોરી17351840
લાખાણી16801865
ઇકબાલગઢ17001762
સતલાસણા16701780
ડીસા16611700