જાહેર ક્ષેત્રની બેંક, બેંક ઓફ બરોડા (BOB) એ તેના સીમાંત ખર્ચ આધારિત ધિરાણ દર (MCLR)માં 15 બેસિસ પોઈન્ટ અથવા 0.15 ટકાનો વધારો કર્યો છે. એટલે કે હવે બેંક ઓફ બરોડામાંથી હોમ લોન, કાર લોન, ઓટો લોન અને પર્સનલ લોન લેનારા ગ્રાહકોને મોટો ઝટકો લાગશે. દર મહિને ગ્રાહકોની EMI ટૂંક સમયમાં વધવા જઈ રહી છે.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની સ્કીમમાં જમા કરો માત્ર 417 રૂપિયા, મેચ્યોરિટી પર મેળવો 1 કરોડ, જાણો બધી માહિતી
BOB એ વધાર્યો MCLR
બેંક ઓફ બરોડાએ એક નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે બેંકે 12 નવેમ્બર, 2022 થી અમલમાં આવતા ફંડ-આધારિત ધિરાણ દરોના માર્જિનલ કોસ્ટમાં સુધારો કરવાની મંજૂરી આપી છે. બેંકે એક વર્ષના MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હવે તે વધીને 8.05 ટકા થઈ ગયો છે. આ લોન મોટાભાગે હોમ લોન, કાર લોન અને ઓટો લોન સાથે સંબંધિત છે. રાતોરાતનો દર 7.10 ટકાથી વધારીને 7.25 ટકા કરવામાં આવ્યો છે. એક, ત્રણ અને છ મહિના માટે MCLR 10 બેસિસ પોઈન્ટ વધારીને અનુક્રમે 7.70 ટકા, 7.75 ટકા અને 7.90 ટકા કરવામાં આવ્યો છે.
BOB લાવી ખાસ FD
બેંક ઓફ બરોડા 444 દિવસની FD પર વાર્ષિક 5.75 ટકા અને 555 દિવસની FD પર 6 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. આ વ્યાજ 16 ઓગસ્ટના રોજ કરવામાં આવેલી FD પર 31 ડિસેમ્બર, 2022 સુધી ઉપલબ્ધ રહેશે. આ વ્યાજ 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર મળશે. આમાં વરિષ્ઠ નાગરિકોને વધારાનું 0.50 ટકા વ્યાજ મળશે.
આ પણ વાંચો: બેંક હડતાળ: બેંક સબંધિત કામ હોય તો ફટાફટ પતાવી દેજો
BOB ની FD પર વ્યાજ
7 દિવસથી 14 દિવસ - સામાન્ય લોકો માટે: 3.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 3.50 ટકા
15 દિવસથી 45 દિવસ - સામાન્ય લોકો માટે: 3.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 3.50 ટકા
46 દિવસથી 90 દિવસ - સામાન્ય લોકો માટે: 4.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 4.50 ટકા
91 દિવસથી 180 દિવસ - સામાન્ય લોકો માટે: 4.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 4.50 ટકા
181 દિવસથી 270 દિવસ - સામાન્ય લોકો માટે: 4.65 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 5.15 ટકા
271 દિવસ અને તેથી વધુ અને 1 વર્ષથી ઓછા - સામાન્ય લોકો માટે: 4.65 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 5.15 ટકા
1 વર્ષ - સામાન્ય લોકો માટે: 5.30 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 5.80 ટકા
1 વર્ષથી 400 દિવસથી વધુ - સામાન્ય લોકો માટે: 5.45 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 5.95 ટકા
400 દિવસથી વધુ અને 2 વર્ષ સુધી - સામાન્ય લોકો માટે: 5.45 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 5.95 ટકા
2 વર્ષથી ઉપર અને 3 વર્ષ સુધી - સામાન્ય લોકો માટે: 5.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 6.00 ટકા
3 વર્ષથી ઉપર અને 5 વર્ષ સુધી - સામાન્ય લોકો માટે: 5.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 6.00 ટકા
5 વર્ષથી 10 વર્ષ ઉપર - સામાન્ય લોકો માટે: 5.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે: 6.00 ટકા