આજ ફરી કપાસનાં ભાવમાં વધારો : આજનો ઉંચો ભાવ ૧૪૦૦, શુ કપાસના ભાવ આગળ વધશે ?

આજ ફરી કપાસનાં ભાવમાં વધારો : આજનો ઉંચો ભાવ ૧૪૦૦, શુ કપાસના ભાવ આગળ વધશે ?

કપાસની બજારમાં અત્યારે શું સ્થિતિ ચાલી રહી છે એ જાણીએ તો દેશમાં રૂ ની આવક ઘટીને સાવ તળિયે પહોંચી ગઈ છે. દરરોજ રૂ ની આવક દેશમાં 70 હજાર ગાંસડી ની આવક થઇ રહી છે. કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા ના આંકડા પર નજર કરીએ તો 15 માર્ચ સુધીમાં 3.10 કરોડ ગાંસડી ની આવક થઇ ચૂકી છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક માં કપાસની આવક સાવ ઓછી થઈ ગઈ છે. ભારતમાં કપાસનો સ્ટોક હવે 10 થી 12 ટકા જેટલો રહી ગયો છે.

વિદેશોની બજાર વિશે વાત કરીએ તો અત્યારે અમેરિકામાં જે ન્યુયોર્ક વાયદો ચાલે છે તો તેમાં પણ 10 ટકા જેટલો મોટો ઘટાડો થયો છે. ન્યુયોર્ક વાયદા પ્રમાણે જે વાયદો 95 સેન્ટ સુધી હતો તે હાલ ઘટીને 87 સેન્ટ સુધી પહોંચી ગયો છે. તેના લીધે અમેરિકાની બજારોમાં 4 થી 5 દિવસમાં મંદીનો માહોલ સર્જાયો છે. જેની સીધી અસર ભારતની બજારો માં દેખાય રહી છે. કપાસના ભાવ ભારતની અંદર એક સ્થિતિ એ સ્થિર થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.

હાલની પરિસ્થિતિ ને જોતા અને અત્યારે કપાસના ભાવો ના આંકડા જોતા એવું લાગી રહ્યું છે કે કપાસના ભાવમાં સામાન્ય વધારો જોવા મળે તેવું  લાગી રહ્યુ છે. અત્યારે કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં લોકડાઉન પણ લગાડી દેવામાં આવ્યું છે. જો સરકાર ફરી વખત લોકડાઉન કરશે તો કપાસના ભાવ ઘટી જતાં જરા પણ વાર નહિ લાગે જેથી ખેડૂત ભાઈઓને ગામડે બેઠા સારા ભાવ મળતા હોય તો કપાસ વેંચી પૈસા રોકડા કરી લેવા જોઈએ.

આજના બજાર ભાવની (17/03/2021,બુધવાર) વાત કરીએ તો બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1400 રૂપિયા બોલાયો છે અને 25+ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1300+ બોલાયો છે.

હવે જાણી લઈએ આજના (17/03/2021,બુધવાર) કપાસના બજાર ભાવો. 

રાજકોટ :- નીચો ભાવ 1140 ઉંચો ભાવ 1340

અમરેલી :- નીચો ભાવ 795 ઉંચો ભાવ 1325

જસદણ :- નીચો ભાવ 1180 ઉંચો ભાવ 1125

બોટાદ :- નીચો ભાવ 1151 ઉંચો ભાવ 1400

મહુવા :- નીચો ભાવ 905 ઉંચો ભાવ 1260

ગોંડલ :- નીચો ભાવ 1021 ઉંચો ભાવ 1331

કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1254

જામજોધપુર :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1301

ભાવનગર :- નીચો ભાવ 1125 ઉંચો ભાવ 1312

જામનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1303

બાબરા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1372

જેતપુર :- નીચો ભાવ 1200 ઉંચો ભાવ 1355

વાંકાનેર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1300

મોરબી :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1307

હળવદ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1301

વિસાવદર :- નીચો ભાવ 840 ઉંચો ભાવ 1050

તળાજા :- નીચો ભાવ 980 ઉંચો ભાવ 1308

ઉપલેટા :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1270

માણાવદર :- નીચો ભાવ 800 ઉંચો ભાવ 1300

વિછીયા :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1350

ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1260

લાલપુર :- નીચો ભાવ 960 ઉંચો ભાવ 1351

ધ્રોલ :- નીચો ભાવ 965 ઉંચો ભાવ 1237

પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1250

હારીજ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1070

વિસનગર :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1355

વિજાપુર :- નીચો ભાવ 1175 ઉંચો ભાવ 1319

કુકરવાડા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1300

‌હિંમતનગર :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1267

માણસા :- નીચો ભાવ 1025 ઉંચો ભાવ 1317

કડી :- નીચો ભાવ 800 ઉંચો ભાવ 1301

પાટણ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1330

સિધ્ધપુર :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1350

ગઢડા :- નીચો ભાવ 1150 ઉંચો ભાવ 1313

ઢસા :- નીચો ભાવ 1180 ઉંચો ભાવ 1251

કપડવંજ :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1080

ધંધુકા :- નીચો ભાવ 1106 ઉંચો ભાવ 1315

ચાણસ્મા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1070

ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1200

ઉનાવા :- નીચો ભાવ 1061 ઉંચો ભાવ 1345

ઇકબાલગઢ :- નીચો ભાવ 1200 ઉંચો ભાવ 1201

સતલાસણા :- નીચો ભાવ 960 ઉંચો ભાવ 1100