Top Stories
khissu

પોમેલો ( ચકોદરા )/ grapefruit ની ખેતી કરો અને મેળવો લાખો ની આવક | જાણો ખેતીની સંપૂણઁ માહિતી

પોમેલો ની ખેતી વિદેશમાં વધુ જોવા મળે છે.પરંતુ હવે ભારત માં પણ તેની ખેતી ની શરૂઆત થઈ ગઈ છે. ભારતમાં દક્ષિણ ભારત અને ઝારખંડ માં તેનું મોટાપાયે વાવેતર થાય છે. 

ભારતમાં મોટાભાગે પોમેલોને ચકોદરા તરીકે ઓળખે છે. તેનું ચાઈનીઝ ગ્રેપ ફ્રુટ તરીકે પણ ઓળખવામાં આવે છે. લીલી અને પીળી છાલ ધરાવતા પામેલોનો સ્વાદ ખાટો મીઠો હોય છે. તેની છાલ કડક અને જાડી હોય છે જ્યારે અંદરનો પલ્પ લાલ,ગુલાબી અને પીળા રંગનો હોય છે. પામેલોની ઘણી અલગ અલગ વેરાયટી ભારત માં વાવવામાં આવે છે.

વાવેતર કઈ રીતે કરવું ?

પોમેલો ના વાવેતર માટે ૧૨ફૂટ × ૧૨ફૂટ કે ૧૫ફૂટ × ૧૫ફૂટ કે ૨૦ફૂટ × ૨૦ફૂટ ના અંતરે રોપા વાવવા જોઈએ. આ માટે જમીનમાં ૨ ફૂટ  ઊંડો ખાડો ખોદી રોપા રોપવા. 

વાવેતર કરતી વખતે પ્રત્યેક રોપા દીઠ ૨૫ કિલો છાણીયું ખાતર અને ૧ કિલો લીંબોળી નો ખોળ આપવો જોઈએ. ત્યારબાદ ફ્લાવરિંગ પહેલા અને ફ્લાવરીંગ ના ૫-૬ મહિના પછી એમ વર્ષમાં ૨ વાર છાણીયું ખાતર આપવું.

જો વરસાદ આધારિત ખેતી કરવી હોય તો ઓગસ્ટ કે સપ્ટેમ્બર માં વાવેતર કરવું.અને જો સિંચાઇ ની સુવિધા હોય તો વર્ષના કોઈપણ સમયગાળામાં વાવેતર કરી શકાય.

પોમેલોનું ઝાડ ખૂબ ઘટાદાર હોવાથી વાવેતર કર્યાના ૬ મહિના પછી તેની ડાળીઓની ગોઠવણી કરતી રહેવી.

તો જાણી લઈએ તેના ઉત્પાદન વિશે :

ભારતમાં પામેલો ની અલગ અલગ જાત નું વાવેતર થાય છે. પોમેલો ના એક ફળનું વજન ૧ થી ૫ કિલો હોય છે. વાવેતર ના ૪ વર્ષ પછી તેમાં ઉત્પાદન મળવાનું શરૂ થઈ જાય છે. પોમેલોના એક ફળની કિંમત આશરે ૨૫૦ થી ૩૦૦ રૂપિયા છે. પોમેલોની માંગ ખૂબજ હોવાથી તેને વેચવા મહેનત કરવી પડતી નથી અને સારા એવા ભાવે લોકો પહેલાથી જ ઓર્ડર કરી દે છે.

પોમેલો માં થતાં રોગ અને પોમેલો ના ફાયદા :

પોમેલોનાં ઝાડ માં રોગ જોઈએ તો તેમાં માત્ર ઉધઈ થી સાચવણી કરવાની હોય છે બીજો કોઈ પણ રોગ પોમેલાના છોડ ને થતો નથી.

પોમેલોમાં વિટામિન C, વિટામિન B6, ફોસ્ફરસ, પોટેશિયમ અને કોપર વિપુલ પ્રમાણમાં હોય છે. પોમેલો ટાઈપ-2 ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ટ્રો, હાયપટેન્શન ઘટાડવામાં પણ ઉપયોગી છે. આરોગ્ય લક્ષી ફાયદાને કારણે પોમેલોની ઘણી માંગ છે.

અન્ય પાકની ખેતી કરતા ખેડૂતો માટે પણ પોમેલોની ખેતી ફાયદાકારક સાબિત થાય છે. પોતાના ખેતર, બગીચા કે વાડીના છેડા પર જો પામેલોના ૧૦ જેટલા વૃક્ષનું વાવેતર કરે તો પણ વર્ષે ઓછામાં ઓછો દોઢ લાખ નો નફો મળે. પોતાના પારંપરિક ખેતીની સાથે પણ ખેડૂત મિત્રો જો આવા બાગાયતી પાકની ખેતી કરે તો તેમને ફાયદો જ ફાયદો થાય.

  • તો ખેડૂત મિત્રો આવાજ નવા નવા પાક ની ખેતી જે ખરેખર લાખો રૂપિયાની આવક અપાવી શકે છે અને જેની માંગ પણ ઘણી વધારે છે તેવા પાકની માહિતી જાણતા રહેવા અમારી આ પોસ્ટ ને લાઈક કરજો અને કંઈ પ્રશ્ન હોઈ તો કોમેન્ટ જરૂર કરજો.