khissu

આજે વાવાઝોડું બનતાની સાથે જ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ ધ્વારા મોટી આગાહી કરવામાં આવી

6 જૂનની અપડેટ મુજબ biporjoy વાવાઝોડું અરબી સમુદ્રમાં બની ચૂક્યું છે. જેમની ઝડપ હાલમાં 95km જણાઈ રહી છે મોડલ મુજબ. વાવાઝોડું બનતાની સાથે જ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે.

કેરળમાં ચોમાસું ક્યારે? ગુજરાતમાં ક્યારે? 
અંબાલાલ પટેલે આજે આગાહી કરતા જણાવ્યું છે કે છ સાત અને આઠ જૂને કેરળમાં વરસાદ આવી જશે એટલે કે ચોમાસું પહોંચી જશે, અને તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં સમયસર ચોમાસુ પહોંચી જશે. અરબી સમુદ્રમાં આજે વાવાઝોડું બન્યું એમની સ્પીડ હાલમાં 95-100km/h ની છે.

વાવાઝોડા બાબત શું કહ્યું અંબાલાલ પટેલ?
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલમાં અરબી સમુદ્રમાં લો-પ્રેશરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જોકે વાવાઝોડું છે કે ઓમાન દેશ તરફ ફંટાયું છે. આ વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાશે. જે વાવાઝોડાને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી?
અંબાલાલ કાકા એ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાશે. જેમણે કારણે દક્ષિણ સૌરાષ્ટ્રનાં ભાગોમાં ભારે પવન પણ ફૂંકાશે. સૌરાષ્ટ્ર સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે. ગુજરાતમાં 15 જૂન સુધીમાં વરસાદ આવી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી?
આગાહી કરતા જણાવ્યું છે કે અરબી સમુદ્રનું લો-પ્રેસર ડિપ્રેશનમાં ફેરવાયું છે અને હાલમાં વાવાઝોડું બની ગયું છે આ વાવાઝોડું સતત દિશા બદલી રહ્યું છે. જોકે આ વાવાઝોડું ઓમાન કે પાકિસ્તાન તરફ ફંટાઈ જશે તો પણ ગુજરાતમાં તેમની અસર જોવા મળશે. આગમી 12 થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં અસર જોવા મળશે.

ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો જેમ કે વેરાવળ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, જામનગર, સુરત સહિતના વિસ્તારોમાં વાવાઝોડાની અસર થઈ શકે છે. ભારે પવન ફૂંકાય શકે છે. આ જિલ્લામાં ભારે વરસાદ પણ પડી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ચૂસના આપવામાં આવી છે. સાથે કચ્છના તમામ બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.