khissu

રોકડા પૈસાથી કેટલું સોનુ ખરીદી શકાય, એમાં હોય છે લિમિટ, બાકી આધાર-પાન બતાવવું પડશે, ખરીદતા પહેલાં જાણી લો


Gold Price: દેશમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. આગામી દિવસોમાં દેશમાં ધનતેરસનો તહેવાર પણ આવવાનો છે. ભારતમાં લોકો તહેવારોના અવસર પર પરંપરાગત રીતે સોના અને ચાંદીની ખરીદી કરે છે. ધનતેરસ પર સોના-ચાંદીની ખરીદીનું મહત્વ ઘણું વધારે છે. 
 

આ પણ વાંચો: આ તારીખે કોઈપણ ફિલ્મના કોઈપણ શોમાં માત્ર 99 રૂપિયામાં ફિલ્મ જોઈ શકશો, ગુજરાતીઓ આ રીતે કરો ટિકિટ બૂક

આવી સ્થિતિમાં, જો તમે આ ધનતેરસમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવી જરૂરી છે. ખરેખર લોકો રોકડમાં પણ સોનું ખરીદવા માંગે છે. જો કે, કેટલાક લોકોના મનમાં આ પ્રશ્ન છે કે વ્યક્તિ રોકડમાં કેટલું સોનું ખરીદી શકે છે? રોકડમાં સોનું ખરીદવાની કોઈ મર્યાદા છે કે નહીં? આ અંગે પણ લોકોના મનમાં શંકા છે. ચાલો તેના વિશે જાણીએ...

આ પણ વાંચો: આવી હરકતને કારણે તમારું બેન્ક એકાઉન્ટ બંધ થઈ જશે, કોઈ ટ્રાન્જેક્શન નહીં કરી શકો, ઉપરથી બીજું નુકસાન તો ખરૂ જ

આવક વેરો

તમને જણાવી દઈએ કે આવકવેરા કાયદા હેઠળ રોકડમાં સોનું ખરીદવાની કોઈ મર્યાદા નથી, પરંતુ લોકોએ એક મહત્વની વાત ધ્યાનમાં રાખવી પડશે. આવકવેરા કાયદો ચોક્કસપણે કહે છે કે પ્રાપ્તકર્તાએ કોઈપણ એક વ્યવહારમાં રૂ. 2 લાખ કે તેથી વધુની રોકડ રકમ સ્વીકારવી જોઈએ નહીં. આવી સ્થિતિમાં તમે સોનું ખરીદવા માટે રોકડમાં ગમે તેટલી રકમ આપી શકો છો, પરંતુ 2 લાખ રૂપિયા કે તેથી વધુની રોકડ વેચનાર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.

આ પણ વાંચો: મોટા સમાચાર: આ વખતે 1.25 કરોડ બહેનોના સીધા ખાતામાં આવશે 1250 રૂપિયા, 1500 રૂપિયા પણ આવી શકે

સોનું

કાયદો વેચાણકર્તાને જ્વેલરીના વેચાણના પ્રત્યેક વ્યવહાર માટે રૂ. 2 લાખ કે તેથી વધુ રકમ વસૂલવા પર પ્રતિબંધ મૂકે છે. જો જ્વેલરી વેચનાર દ્વારા રૂ. 2 લાખથી વધુની રોકડ સ્વીકારવામાં આવી હોય તો આવકવેરા વિભાગ કાયદાકીય જોગવાઈના ઉલ્લંઘનમાં સ્વીકારવામાં આવેલી રકમ જેટલી જ દંડ લાદી શકે છે.

આ પણ વાંચો: આવી ઓફર ફરી નહીં મળે: 35 હજારથી ઓછી કિંમતમાં નવો iPhone 15, જાણો અહીં ખરીદવાની સરળ રીત

ઓળખ પ્રમાણપત્ર

આ સિવાય જો તમે જ્વેલર પાસેથી 2 લાખ રૂપિયાથી વધુની રોકડમાં અથવા અન્ય માધ્યમથી ખરીદી કરી રહ્યાં છો, તો વિક્રેતાએ પાન કાર્ડ અથવા આધાર કાર્ડ જેવા તમારા ઓળખનો પુરાવો આપવો પડશે. જો કે, જો ખરીદી 2 લાખ રૂપિયાથી ઓછી હોય તો તમે આધાર કાર્ડ કે પાન કાર્ડ વગર પણ સોનું ખરીદી શકો છો.