Top Stories
khissu

શું તમારી પાસે પણ PAN કાર્ડ છે? તો આ રીતે બચાવી શકો છો 1000 રૂપિયા, જાણો રીત

જો તમારી પાસે પણ PAN કાર્ડ છે અને તમે તેને હજુ સુધી આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તમારી પાસે 31 માર્ચ 2022 સુધીનો સમય છે. સરકારે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 સુધી લંબાવી છે. આમ કરવામાં નિષ્ફળતા તમને મુશ્કેલીમાં મુકી શકે છે કારણ કે તમારું PAN કાર્ડ અમાન્ય થઈ જશે.  નિર્ધારિત તારીખ પછી PAN આધારને લિંક કરવા માટે 1,000 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

પ્રત્યક્ષ કર સંસ્થા દ્વારા જારી કરાયેલા તાજેતરના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પાનને આધાર સાથે લિંક કરવા માટે આવકવેરા વિભાગને આધાર નંબરની જાણ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2021 થી વધારીને 31 માર્ચ 2022 કરવામાં આવી છે."

દંડની કાર્યવાહી પૂર્ણ કરવાની તારીખ પણ લંબાવવામાં આવી છે
વધુમાં, IT એક્ટ હેઠળ દંડની કાર્યવાહી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2021 થી વધારીને 31 માર્ચ 2022 કરવામાં આવી છે. આટલું જ નહીં, બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એક્ટ, 1988 હેઠળ એડજ્યુડિકેટિંગ ઓથોરિટી દ્વારા નોટિસ જારી કરવાની અને ઓર્ડર પાસ કરવાની સમયમર્યાદા માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે.

જો તમે દંડ ટાળવા માંગતા હો, તો સમયસર લિંક કરો
જો તમે સમયમર્યાદા પહેલા PAN અને Aadhaar નું લિંકિંગ ન કરો તો પણ તમે PAN-Aadhaar ને લિંક કરી શકો છો. પરંતુ તેના પર રૂ. 1,000 નો દંડ લાગશે અને અન્ય પરિણામો પણ આવશે.  તો આ દસ્તાવેજોને સમયસર લિંક કરીને 1000 રૂપિયા બચાવી શકો છો.

પાન કાર્ડને આધાર સાથે કેવી રીતે લિંક કરવુ?
તમારા PAN ને આધાર સાથે લિંક કરવા માટે, પહેલા આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાઓ. હવે આધાર વિભાગની લિંક પર ક્લિક કરો. અહીં તમારે PAN નંબર, આધાર નંબર અને તમારું નામ ભરવાનું રહેશે. પછી કેપ્ચા કોડ હવે 'Link Aadhaar' વિકલ્પ પર ક્લિક કરો અને તમારું PAN આધાર લિંકિંગ પૂર્ણ થઈ જશે.

નોંધનીય છે કે સરકારે PAN ને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા ઘણી વખત વધારી છે.