Top Stories
khissu

શું તમે આ મખાનાના પાક વિશે જાણો છો? આ પાકમાં ખેડૂતો લાખો રૂપિયાની આવક મેળવે છે

ખેતીમાં લોકો હાર્ડ વર્ક કરી રહ્યા છે પણ હાર્ડ વર્ક સાથે સાથે સ્માર્ટ વર્ક પણ કરવું જરૂરી છે. ઘણા ખેડૂતો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને ઓછા પ્રયત્ને ખૂબ સારી આવક મેળવે છે. આજે પણ એક એવા જ ખેડુતોની વાત કરવા જઈ રહ્યા છે જે ખૂબ મામુલી એવા મખાનાની ખેતી કરીને લાખો રૂપિયા કમાય છે.

મોટાભાગે મખાનાની ખેતી બિહારમાં થાય છે. દેશમાં લગભગ ૨૦ હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં મખાનાની ખેતી થાય છે આજે દેશમાં ઘણા બધા ક્ષેત્રોમાં મખાનાની ખેતી વિશે ખબર પણ નથી જેમાં આપણા ગુજરાતનો પણ સમાવેશ થાય છે. 

બિહારના દરભંગા વિસ્તારમાં ૨૦૦૨ માં રાષ્ટ્રીય મખાના શોધ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી જે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અંતર્ગત કાર્ય કરે છે. બિહાર સિવાય ઓડિશા, અસમ, પશ્ચિમ બંગાળ, જમ્મૂ કાશ્મીર, રાજસ્થાન, મણિપુર વગેરે રાજ્યમાં પણ મોટાપાયે મખાનાની ખેતી થાય છે.

મખાનાની ખેતી કાઈ રીતે થાય છે ?

મખાના એક સુપરફૂડ તરીકે ઓળખાય છે જેની ખેતી એકદમ ઓર્ગેનિક પદ્ધતિથી કરવામાં આવે છે જેમાં કોઈપણ ખાતર નો ઉપયોગ કરવામાં નથી અવતો કે નથી કોઈપણ જાતની કિટનાશક દવાનો ઉપયોગ કરવો પડતો.

જે વિસ્તારમાં વારંવાર પુર આવવાની સંભાવના હોય તેવા વિસ્તારમાં પણ મખાનાનો પાક સારી રીતે ઉગાડી શકાય છે. મખાનાના છોડને પાણી ભરેલા વિસ્તરમાં ઉગાડવામાં આવે છે. જેમ કાદવમાં કમળના પાન તરતાં હોય તેમ મખાનાના પાન પાણીના સ્તરની ઉપર ફેલાતા રહે છે. 

ત્યાર પછી જેમ જેમ પાણી નું સ્તર નીચું આવતું જાય તેમ તેમ પાન નીચે આવીને જમીનના સ્તર પર ફેલાઈ જાય છે. જે પછી ખેડૂતો પાકને એકઠો કરી તેને પાણીની બહાર કાઢે છે, આ બધી પ્રક્રિયાઓ દરમિયાન ખેડૂતોએ ખૂબ સાવધાની રાખવી પડે છે.

મખાનાની ખેતી માટે બિહારના દરભંગા વિસ્તારના મજૂરોને એક્સપર્ટ માનવામાં આવે છે કારણકે ગોરીયા ના લાવાને કાઢતાએ લોકોને જ આવડે છે. 'ગોરીયા' એટલે મખાનાની ખેતી માટે તૈયાર કરાયેલો કાચો માલ.

મખાનાની ખેતીથી થતો ફાયદો :

જો આર્થિક ફાયદાની વાત કરીએ તો મખાનાની ખેતી કરતા ખેડૂતો ખૂબ સારી આવક મેળવે છે. મખાનાથી દેશને દરેક વર્ષે ૨૨ થી ૨૫ કરોડની વિદેશી મુદ્રા પ્રાપ્ત થાય છે.

મખાનાથી કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન વગેરે ભરપૂર માત્રામાં  મળે છે. જેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. મખાનામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે પાચન ક્રિયાને સુધારે છે. આ ઉપરાંત હૃદય અને કિડની માટે પણ ખૂબ લાભકારક છે.