khissu

તારક મહેતાના ઉલટા ચશ્માં ના એક એપિસોડ ના આટલા બધા રૂપિયા લે છે ડૉ. હાથી

તારક મહેતાના ઉલટા ચશ્માં ટીવી સિરિયલ વિશે તો સૌ જાણતાં જ હશે અને જોતા પણ હશે ખરુંને ! વર્ષો થી ચાલતી આ સિરિયલે નાના મોટા સૌના માટે રસપ્રદ બની ગઈ છે. તો આજ ચેનલમાં આવતા હાથી ભાઈ કેટલો પગાર લે છે તમે જાણો છો ?


તારક મહેતાના ઉલટા ચશ્માં માં આવતા હાથી ભાઈ નો સીન આવે છે ત્યારે હમેશા તે ખાવાની અને પાર્ટીની જ વાત કરતા જોવા મળે છે. સિરિયલ માં તેનો રોલ એક ભરાવદાર જાડું શરીર નજર આવે છે. આ શૉ માં હાલ ડૉ. હંસરાજ હાથી નો રોલ નિર્મલ સોની નિભાવી રહ્યા છે.


આ સિવાય નિર્મલ બીજે પણ કામ કરી ચુક્યા છે જેમાં કૂબુલ હૈ, ચંદ્રકાંતા, વો રહને વાલી મહલો કી, F.I.R વગેરે જેવા ટીવી શૉ શામિલ છે. આ ઉપરાંત તેમણે રણવીર કપૂર ની ફિલ્મ યે જવાની હૈ દીવાની, શૂટ આઉટ એટ લોખંડવાલા વગેરેમાં પણ કામ કર્યું છે.


ઓ બાપ રે ! માત્ર એક એપિસોડ ની આટલી બધી ફી :


તારક મહેતાના ઉલટા ચશ્માં માં એક એપિસોડ માટે ડૉ. હંસરાજ હાથી ૪૫ હજાર રૂપિયા લે છે. આટલી બધી ફી લેવા પાછળનું કારણ એ છે કે તેવો રોલ બીજો મળી શકે નહીં અને લોકો નિર્મલ સોની નો રોલ બહુ પસંદ કરી રહ્યા છે.


તમને જણાવી દઈએ કે આ પહેલા ડૉ. હંસરાજ હાથી નો રોલ કવિ કુમાર આઝાદ નિભાવી રહ્યા હતા પરંતુ ૯ જુલાઈ ૨૦૧૮ માં હાર્ટ એટેક માં તેમનું મૃત્યુ થઈ ગયું હતું.