Top Stories
khissu

લાખો રુપિયાની આવક મેળવતી ડ્રેગનફ્રુટની ખેતી ગુજરાતમાં શક્ય છે ખરા ?

કેમ છો ખેડૂત મિત્રો...

આમ તો ડ્રેગન ફ્રુટ ની ખેતી થાઈલેન્ડ, ઇઝરાયલ, મલેશિયા, શ્રીલંકા જેવા દેશોમાં થાય છે હવે ભારતમાં અને તેમાં ગુજરાતમાં પણ ડ્રેગન ફ્રુટ ની ખેતી ની અસર જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે ડ્રેગન ફ્રુટ ત્રણ પ્રકારના હોય છે જેમાં

  1. યલો (પીળા) ડ્રેગન ફ્રુટ
  2. પિન્ક (ગુલાબી) ડ્રેગન ફ્રુટ
  3. વ્હાઈટ (સફેદ) ડ્રેગન ફુટ
  • જેમાં યલો (પીળા) ડ્રેગન ફ્રુટ સૌથી મોંઘા અને તેની માંગ વધુ છે પણ તેની ખેતી ઓછી થતી હોવાથી  રોપા (છોડ) મળવા બહુ મુશ્કેલ છે.
  • પિંક (ગુલાબી) ડ્રેગન ફ્રુટ એકદમ સ્વાદિષ્ટ હોય છે વ્હાઇટ (સફેદ) ડ્રેગન ફ્રુટ કરતાં તેનો ભાવ વધુ હોય છે.
  • વ્હાઇટ (સફેદ) ડ્રેગન ફ્રુટ સરળતાથી મળી રહે છે અને તેનું ઉત્પાદન વધુ જોવા મળે છે.

 મિત્રો અંદાજે કહું તો ૧૫૦ થી ૩૦૦ રૂપિયા/કિલો તેની બઝાર માં કિંમત હોય છે.

ખેડૂત પહેલા તો તેના ફેક્ટર જાણી લઈએ જેથી તમને પૂરો અંદાજો આવી જાય કે આ ખેતી કરવી કેવી રીતે -

૧] ખેતી ઉભી થવાનો સમય :

  • દરેક ખેડૂત ના મનમાં એ જ ટેન્શન હોય કે ખેતી તો કરીએ પણ તેનું પરિણામ કેટલા સમયમાં મળશે?
  • ડ્રેગન ફ્રુટ ની ખેતી કરવા માત્ર ૯ મહિના જ રાહ જોવી પડે છે. ૯ મહિનામાં તમે સારી એવી આવક મેળવી શકશો.

૨] ખેતી કેવી રીતે કરવી? અને ગુજરાતની જમીન માફક આવશે ખરા ?

  • ડ્રેગન ફ્રુટ ની ખેતી બરફવાળા પ્રદેશ અને પાણી ભરેલા પ્રદેશમાં થઈ શકતી નથી બાકી કોઈ પણ પ્રકારની જમીનમાં સહેલાઈથી કરી શકાય છે. ગુજરાતમાં આ પ્રકારની ખેતી સરળતાથી થઈ શકે છે.
  • ડ્રેગન ફ્રુટ ના રોપા ને ઉછેરવા ટેકાની જરૂર પડે છે એ માટે સિમેન્ટ ના પૌલ બનાવવા જરૂરી છે. આ પૌલની લંબાઈ ૭ ફૂટ જેટલી રાખવામાં આવે છે તેમાં ૨ ફૂટ જેટલો તેને જમીનમાં દાટવામાં આવે છે અને ૫ ફૂટ ઉપર રાખવામાં આવે છે એક પૌલમાં ૪ રોપા વાવી શકાય.

૩) રોપા લાવવા ક્યાંથી ?

  • જો તમે બીજ વાવીને ખેતી કરવા જશો તો તેમાં ૫ થી ૬ વર્ષ લાગી જશે અને રોપા તૈયાર લાવીને કરશો તો માત્ર ૮ થી ૯ મહિનામાં ફળ આવી જશે.
  • મિત્રો રોપા લાવવા ક્યાંય બહાર નહીં જવું પડે ગુજરાતમાં ઘણી જગ્યાએ અથવા જે ખેડૂત ખેતી કરે છે તે આવા રોપા વેચે છે.એક રોપો તમને ૫૦ રૂપિયામાં મળી જશે.

૪) કેટલી જમીન માં ડ્રેગન ફ્રુટ ની ખેતી કરવી જોઈએ ?

  • તમે જેટલી જમીનમાં કરવા માંગતા હોય એટલી જમીન મા  ડ્રેગન ફુટ ની ખેતી કરી શકાય છે બસ તેમાં અંતર જાણવું જરૂરી છે.

૧) બે ધોરીયા વચ્ચે ૧૨ ફૂટ નું અંતર
૨) બે પૌલ વચ્ચે ૮ ફૂટ નું અંતર
એટલે કે દરેક પૌલ વચ્ચે ૧૨×૮ ફૂટ અંતર રાખવું.

૫) ડ્રેગન ફ્રુટ ના વિકાસ માટે દવાની જરૂર ખરા ?

  • ડ્રેગન ફ્રુટ ની ખેતી માટે કોઈપણ પ્રકારની દવા છાંટવાની જરૂર નથી તેમાં કોઇપણ પ્રકારની જીવાંત પડતી નથી. તેના વિકાસ માટે વર્ષે એકવાર છાણીયું ખાતર વાપરી શકાય.
  • ડ્રેગન ફ્રુટ ના રોપને પાણીની બહુ જરૂર નથી તેથી ટપક સિંચાઈ પદ્ધતિ થી પાણી આપવું ઉચિત રહેશે. ટપક સિંચાઈ પદ્ધતિ લગાવવા સરકાર સબસીડી પણ આપશે.

છે ને એકદમ સરળ મિત્રો ?

શરૂઆતમાં તેનું ઉત્પાદન જોઈએ તો એક વીઘામાં ૩૩૦ કિલો થી લઈને ૫૦૦ કિલો સુધી આવે છે. મિત્રો એક વીઘામાં 180 પૌલ લગાવી શકાય તો શરૂઆતમાં ૧,૨૦,૦૦૦ થી લઈને ૧,૩૦,૦૦૦ એક વીઘા દીઠ આવક મળે. એક વર્ષમાં છ થી સાત વખત તેના પર ફળ આવે છે અને હા મજાની વાત તો એ છે કે દર વર્ષે તેના ઉત્પાદનમાં વધારો થતો જાય છે.
​​તો ખેડૂત મિત્રો, તમને આ પોસ્ટ કેવી લાગી comment કરજો જેથી અમે ગુજરાતમાં ન થતાં પાકની ખેતીની માહિતી લાવતા રહીએ. 
​​​ચાલો તો મળીયે ફરી ટેક્નોલોજી દ્વારા ખેતી માં ઉત્પાદન વધારવાની જરૂરી માહિતી સાથે... આવજો