Top Stories
khissu

આ ફુલની ખેતી તમારી કિસ્મત બદલી નાખશે, નોકરી કરતા થશે સારી કમાણી

આજ કાલ નોકરી છોડી ઘણા લોકો ખેતી તરફ વળ્યા છે, આ ઉપરાંત ઘણા લોકો જેવોની નોકરી કોરોનાકાળમાં જતી રહી છે અથવા નોકરી ને બદલે જેઓ બિઝનેસ કરવા માગે છે તેમના માટે અમે આજેએક સરસ આઈડિયા લઈને આવ્યા છીએ. જો તમે પણ બિઝનેસ કરવાનું વિચારો છો પણ પૈસાની તંગી નડે છે તો આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવીશું જેના દ્વારા તમે ઓછા પૈસે સારી કમાણી કરી શકશો.

તમને જણાવી દઈએ કે આ વ્યવસાય છે રજનીગંધાના ફૂલની ખેતી (Tuberose flower farming)નો વ્યવસાય છે. આમપણ સુગંધિત ફૂલોમાં રજનીગંધાનું પોતાનું મહત્વનું સ્થાન છે. રજનીગંધાના ફૂલો લાંબા સમય સુધી સુગંધિત અને તાજા રહે છે. તેથી, બજારમાં તેમની માંગ ઘણી સારી છે. રજનીગંધાની ઉત્પત્તિ મેક્સિકોમાં થઈ છે. આ ફૂલ એમેરિલિડિયાસી પરિવારનો છોડ છે.

ભારતમાં તમિલનાડુ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં તેની ખેતી થાય છે. ફ્રાન્સ, ઇટાલી, દક્ષિણ આફ્રિકા, અમેરિકા વગેરે દેશોમાં પણ તેની ખેતી થાય છે. ભારતમાં લગભગ 20 હજાર હેક્ટર વિસ્તારમાં રજનીગંધાના ફૂલોની ખેતી કરવામાં આવે છે.

કેટલી આવક થશે
જો તમે એક એકરમાં રજનીગંધાના ફૂલની ખેતી કરો છો, તો તમને રજનીગંધાના ફૂલની લગભગ 1 લાખ સ્ટીક (ફૂલો) મળે છે. તમે આને નજીકના ફૂલ બજારોમાં વેચી શકો છો. જો નજીકમાં મોટું મંદિર, ફૂલની દુકાન, લગ્ન ઘર વગેરે હોય તો ત્યાંથી તમને ફૂલોની સારી કિંમત મળી શકે છે. રજનીગંધાનું ફૂલ માંગ અને પુરવઠાના આધારે રૂ. 1.5 થી રૂ. 6 માં વેચાય છે. એટલે કે માત્ર એક એકરમાં રજનીગંધાના ફૂલોની ખેતી કરીને તમે 1.5 લાખથી 6 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.

ખેતી કેવી રીતે કરવી
તેની ખેતી કરતા પહેલા, એકર દીઠ 6-8 ટ્રોલી સારા છાણના ખાતરને ખેતરમાં નાખો. તમે NPK અથવા DAP જેવા ખાતરનો પણ ઉપયોગ કરી શકો છો. તેની ખેતી બટાકા જેવા કંદમાંથી થાય છે અને એક એકરમાં લગભગ 20 હજાર કંદ જોવા મળે છે. ધ્યાનમાં રાખો કે હંમેશા તાજા, સારા અને મોટા કંદનું વાવેતર કરો, જેથી તમે ફુલોની સારી ઉપજ મેળવી શકો.