khissu

કીડીઓ પણ ખેતી કરે છે! તમે જાણો છો? કીડીઓની આશ્ચર્ય પમાડે તેવી વાતો

તમે બધાએ કીડીઓ તો જોઈ જ હશે, સામાન્ય રીતે તમે બે જ પ્રકારની કીડીઓ જોઈ હશે લાલ કીડી અને કાળી કીડી. પરંતુ શું તમને ખબર છે કીડીઓની કુલ મળીને પંદર હજાર જેટલી પ્રજાતિઓ છે. કીડીઓ સમૂહમાં પણ મળીને રહે છે. તો ચાલો જાણીએ કીડીઓના સ્વભાવ અને કીડીઓ વિશે કેટલીક નવી નવી વાતો.

  • પૃથ્વીનો ધ્રુવ વિસ્તાર અને ઊંચા પહાડો જ્યાં બારેમાસ બરફ હોય છે એવા વિસ્તારને છોડીને કીડીઓ આખી દુનિયામાં જોવા મળે છે.
  • કીડીઓ તેની એકતા માટે જાણીતી છે. તેઓ હંમેશાં ઝુંડમાં જ રહેવાનું પસંદ કરે છે. કીડીનાં એક ઝુંડમાં તેમની સંખ્યા લાખો ની અંદર હોય છે.
  • કીડીઓનાં બનાવેલ દરમાં એક મોટી કીડી હોઈ છે, જે કીડીઓની રાણી તરીકે ઓળખાય છે. કીડીઓનું જુંડ ગમે તેટલું મોટું હોય પરંતુ રાણી કીડી ની સંખ્યા ખાલી એક જ હોય છે.
  • રાણી કીડી નું ખાલી એક જ કામ હોય છે ઈંડા આપવાનું. ઈંડા ની દેખભાળ રાખવા માટે પણ બીજી કીડીઓ હોય છે.
  • દર ની અંદર રાણી કીડી ઉપરાંત બીજા બે પ્રકારની કીડીઓ હોય છે. મજુર કીડીઓ અને સૈનિક કીડીઓ. મજુર કીડીઓ ખાવાનું લાવે છે જ્યારે સૈનિક કીડીઓ દરનું રક્ષણ કરે છે.
  • તમને જાણીને હેરાની થશે કે કીડીઓની અમુક પ્રજાતિઓ ખેતી પણ કરે છે અને પશુ પાલન પણ કરે છે.
  • ખેતી કરનાર કીડીઓ અનાજની નહીં પરંતુ મશરૂમની ખેતી કરે છે. અને તેઓ મશરૂમ નો ખાવામાં ઉપયોગ કરે છે.
  • પશુપાલનમાં કીડીઓ એક ખાસ પ્રકારના કીડાને પાળે છે. આ કીડા ને ખાવાનું આપે છે અને દરમાં કેદ કરીને રાખે છે. આ કીડા માંથી એક પ્રકારનો મીઠો રસ નીકળે છે જેનો ઉપયોગ કીડીઓ ખાવામાં કરે છે.
  • કીડીઓ એટલી મજબૂત હોય છે કે તે તેના વજન કરતાં ૫૦ ગણું વધારે વજન ઉપાડી શકે છે.
  • કીડીઓ જ્યારે ચાલે છે ત્યારે એક અલગ પ્રકારની ગંધ છોડે છે. તેમની પાછળ આવતી કીડીઓને ખબર પડે છે કે ક્યાં જવાનું છે. આ કારણે જ તેઓ લાઈનમાં ચાલે છે.