Top Stories
khissu

ખેડૂતની મનોવ્યથા : પરંપરાગત ખેતી છોડીને જલ્દીથી પૈસાદાર થવું હોય એણે બાગાયતી ખેતીમાં ન પડવું

નમસ્કાર ખેડૂત મિત્રો, 

અમે રોજ અમારી khissu ની એપ્લિકેશનમાં ખેડૂતોના અનુભવોને તમારી સામે લાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. જે ખેડૂત મિત્ર પોતાના પાકને લઈને સતત મૂંઝવણ અનુભવી રહ્યા છે તેને આ થકી માર્ગદર્શન મળી રહેશે.

ખેડૂતો ખૂબ મહેનત કરતા હોય છે આખો દિવસ કામ કર્યા બાદ પણ રાત્રે જાગતાં હોય છે. આટલું આટલું કરવા છતાં પણ તેને મહેનત પ્રમાણે સારી ઉપજ મળતી નથી. આમ ખેડૂતોએ મહેનત સાથે સાથે સ્માર્ટવર્ક પણ કરવાની જરૂર છે. 

આજે આપણે એક એવા ખેડૂતની વાત કરવા જઈ રહ્યા છીએ જેનું માનવું છેકે જો તમારે તમારી પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી કરીને જલ્દીથી પૈસાદાર બનવાનું સપનું જોતા હોવ તો એ છોડી દેજો.

બનાસકાંઠા જિલ્લાના કરણપુરા ગામમાં રહેતાં ધનજીભાઈ રામદાસભાઈ ચૌધરીએ વાવેલી દાડમડીમાં છેલ્લા બે વર્ષથી વધુ વરસાદને કારણે ફ્લાવરિંગમાંથી ગુટલી બંધારણ ખોરવાઈ ગયું. જોકે ધનજીભાઈએ પોતાના ખેતરમાં ખારેકનું પણ વાવેતર કર્યું હતું.

ધનજીભાઈ પાસે ૩૫ એકર જમીન છે. જેમાંથી ૨૨ એકર જમીનમાં બાગાયતી પાકો વાવ્યા છે જેમાં ૧૫ એકર જમીનમાં ૫૦૦૦ જેટલા ૨ થી ૫ વર્ષના સિંદુરી દાડમના ઝાડ છે. ધનજીભાઈનું કહેવું છેકે છેલ્લા બે વર્ષથી દાડમના પાકમાં વધુ વરસાદને કારણે ફ્લાવરિંગમાંથી ગુટલી બંધારણ ખોરવાયું છે તેથી અગાઉના વર્ષો કરતા આ વર્ષે આવક ઘટી.

આ ઉપરાંત ધનજીભાઈએ બાગાયતી પાકમાં બારહી વેરાયટીની ખારેક વાવી છે જેને લગભગ ૫ વર્ષ થઈ ચૂક્યા છે જોકે ખારેકનો પાક ૩ વર્ષથી આવવા મડયો છે. ખેતર બેઠા જ ધનજીભાઈ ૨૫% ખારેક વેંચી નાખે છે જ્યારે ૭૫% ખારેક વેંચવા થોડું દોડવું પડે છે. ખારેકમાં સામાન્યરીતે સરેરાશ પ્રતિ કિલો રૂ.૪૦ થી રૂ.૫૦નો ભાવ મળી રહે છે. ધનજીભાઈનું કહેવું છે કે તેના વિસ્તારમાં ગામડાં દીઠ માંડ એક ખેડૂત ખારેકનું વાવેતર કરે છે.

ધનજીભાઈએ ૨ એકર જમીનમાં દોઢેક વર્ષ પહેલાં ૮૬૦ જેટલાં ગોલ્ડન સીતાફળીના છોડ વાવ્યા હતા. રોપા લીધા તે કંપની સામાન્ય સીતાફળ કરતા મોટી સાઈઝના ફળ આવવાનો દાવો કર્યો હતો પરંતુ તે હજી ફળ આવ્યા પછી ખબર પડે.

ધનજીભાઈએ ચોમાસામાં બાકીની ૨ એકર જમીનમાં બાજરી વાવી હતી અને બાજરી કાઢીને હાલ જીરું અને રાયડાનું વાવેતર કર્યું છે જોકે બન્ને પાક સારા થયાં છે તેવું ધનજીભાઈનું કહેવું છે. ધનદજીભાઈનું માનવું છે કે , પરંપરાગત ખેતી છોડીને જલ્દીથી પૈસાદાર થવું હોય એણે બાગાયતી ખેતીમાં ન પડવું જોઈએ, બાગાયતી ખેતી લાંબી રેસનો ઘોડો છે.

મિત્રો, આવીજ ખેડૂત ભાઈઓની સ્ટોરી જાણવા અમારી khissu (ખિસ્સું) એપ્લિકેશન ડાઉનલોડ કરી લો.