khissu

ડુંગળી વેંચવામાં ખેડુતોએ ઉતાવળ ન કરવી: જાણો આજના 04/04/2022 નાં બજાર ભાવ

ડુંગળીનાં ભાવ આજે નીચી સપાટીએ બોલાઈ રહ્યા છે. રાજકોટમાં તો લાલ ડુંગળીનાં ભાવ શનિવારે રૂ.૨૦૦ની અંદર ઉતરી ગયાં હતાં. મહુવા-ગોંડલ સહિતનાં સેન્ટરમાં પણ ભાવ રૂ.૨૦૦થી ૩૦૦ વચ્ચે સારી ક્વોલિટીમાં બોલાય રહ્યાં છે. મહુવા-ભાવનગર પંથકમાં સફેદ ડુંગળીની આવકો પણ અત્યારે પીક ઉપર પહોંચી ગઈ છે. ડુંગળીની આવકો ખેડૂતો એક સાથે લઈને ન આવે તો બજારને ટેકો મળી શકે છે.
 

સફેદ ડુંગળી ડીહાઈડ્રેશન માં ઓછી : સફેદ ડુંગળીમાં આ વર્ષે ડિહાઈડ્શનમાં લેવાલી ઓછી છે અને અનેક પ્લાન્ટો બંધ પણ પડ્યાં છે, પંરતુ જો નીચા ભાવ થશે તો આ પ્લાન્ટોની ઘરાકી આવે તેવી પણ સંભાવનાં રહેલી છે, પરિણામે ખેડૂતો જો ઓછો માલ લઈને આવે તો બજારો બહુ ઘટશે નહીં અને વર્તમાન ભાવ નીચા જળવાઈ રહેશે તો પ્લાન્ટોની ઘરાકી પણ ચાલુ રહી શકે છે.

આ પણ વાંચો: જાણો ગેસ સિલિન્ડરની ઉપર લખેલા આ નંબરોનો શું છે અર્થ? તેમાં છુપાયેલું છે પરિવારની સલામતીનું રહસ્ય
 

નિકાસ પર બજારનો આધાર: લાલ ડુંગળીમાં નીચા ભાવથી જો નિકાસ વેપારો નીકળશે તો બજારને ટેકો મળે તેવી સંભાવનાં છે. આગામી દિવસોમાં સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે. ડુંગળીની બજારમાં આ વર્ષે નિકાસ વેપારો ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલમાં નિકાસ માંગ ઓછી છે, પંરતુ ભાવ નીચા જશે તો નિકાસ વધી શકે છે. ભારતની તુલનાએ પાકિસ્તાનની ડુંગળી સસ્તી મળી રહી હોવાથી તેની માંગ વધારે છે.
 

દેશમાંથી ડુંગળીનાં ભાવ આગામી દિવસોમાં હજી નીચા આવે તેવી સંભાવનાં છે. કેન્દ્ર સરકારનાં કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરાવમાં આવેલા આંકડાઓ અનુસાર વાવેતર વિસ્તાર વધવાની સંભાવનાને કારણે જુલાઈ-૨૦૨૨થી શરૂ થતા પાક વર્ષમાં દેશનું ડુંગળીનું ઉત્પાદન ૧૬.૮૧ ટકા વધીને ૩૧૧.૨ ટન થવાનો અંદાજ છે.

આ પણ વાંચો: હવે ઘરેબેઠા ચૂકવો LIC પ્રીમિયમ, આ રહી ઓનલાઇન ચૂકવવાની સરળ રીત
 

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુંહતું કે, ૨૦૨૧-૨૨ પાક વર્ષ(જુલાઈ-જૂન)માં દેશમાં ૨૬૬.૪ લાખ ટન ડુંગળીની કાપણી થઈ હતી. મંત્રાલયના પ્રથમ આગોતરા અંદાજ મુજબ ૨૦૨૧-૨૨માં વાવેતર ૧૬.૨ લાખ હેકટરમાં હતું, જે વર્ષ ૨૦૨૨-૨૩માં વધીને ૧૯.૧ લાખ હેકટરમાં રહેવાનો અંદાજ છે. અન્ય મુખ્ય શાકભાજીઓમાં, બટાટા અને ટામેટાંના ઉત્પાદનમાં ૨૦૨૨-૨૩માં ઘટાડો થવાનો અંદાજ છે. બટાટાનું ઉત્પાદન૨૦૨૧-૨૨માં ૫૬૧.૭લાખ ટનથી ઘટીને નવા વર્ષે ૫૩૬ લાખ ટન થવાનો અંદાજ છે. જ્યારે ટામેટાંનું ઉત્પાદન ૨૧૧.૮ લાખ ટનની સરખામણીએ ૨૦૩ લાખ ટન થવાનું અનુમાન છે.
 

નવા પાક વર્ષમાં શાકભાજીનું કુલ ઉત્પાદન ૧૯૯૮.૮ લાખ ટન જેટલું ઓછું થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૨૦૦૪.૪ લાખ ટન થયું હતું.દેશમાં ડુંગળીનાં ઉત્પાદનમાં વધારો થવાને પગલે તેનાં ભાવ પણ નીચા આવે તેવી સંભાવનાં છે. જોકે વેપારીઓ છે કે નીચા ભાવથી નિકાસ વેપારો થશે તો સરેરાશ ભાવને ટેકો મળે તેવી સંભાવનાં રહેલી છે.

આ પણ વાંચો: મોટો નિર્ણય: હવે વગર ડ્રાઈવિંગ લાયસન્સે ચલાવી શકશો વાહન, બસ કરવું પડશે આ કામ

મહુવા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

મગફળી 

1081

1369

એરંડા 

1375

1375

જુવાર 

300

636

બાજરી 

396

563

ઘઉં 

300

741

અડદ 

770

770

મગ 

590

1324

મેથી 

862

1091

ચણા 

800

1033

તલ સફેદ 

1880

2001

તુવેર 

900

1202

જીરું 

3401

4444

ધાણા 

1960

2054

લાલ ડુંગળી 

65

218

સફેદ ડુંગળી 

140

236

નાળીયેર 

600

1911 

 

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1700

2330

ઘઉં 

400

602

જીરું 

2500

4285

એરંડા 

1315

1430

બાજરો 

400

460

રાયડો 

1050

1280

ચણા 

800

1000

મગફળી ઝીણી 

925

1246

લસણ 

100

595

અજમો 

1700

2580

ધાણા 

1500

2360

તુવેર 

875

1200

મેથી 

910

1125

મરચા સુકા 

800

5100 

જામજોધપુર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1750

2550

ઘઉં 

400

440

જીરું 

2600

4100

એરંડા 

1400

1445

તલ 

1800

2000

રાયડો 

1000

1250

ચણા 

850

935

મગફળી ઝીણી 

920

1130

મગફળી જાડી 

1070

1320

સોયાબીન 

1000

1375

ધાણા 

2000

2530

તુવેર 

950

1200

અડદ 

1000

1235

મેથી 

950

1125

કાળી જીરી 

-

સાવરકુંડલા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1750

2505

ઘઉં 

430

570

જીરું 

3405

3405

બાજરો 

400

650

ચણા 

820

948

મગફળી જાડી 

1270

1390

જુવાર 

590

590

તુવેર 

925

1128

અડદ 

700

700

મગ 

1500

2425

મેથી 

1000

1070

ઘઉં ટુકડા 

451

652 

હળવદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1650

2150

જીરું 

3800

4300

એરંડા 

1410

1446

રાયડો 

1151

1252

ચણા 

880

932

ધાણા 

2250

2572

મેથી 

1050

1154

રાઈ 

1101

1273 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

410

468

ઘઉં ટુકડા 

425

519

ચણા 

880

974

અડદ 

700

1235

તુવેર 

1100

1301

મગફળી ઝીણી 

1050

1210

મગફળી જાડી 

1000

1274

સિંગફાડા 

1300

1620

તલ 

1300

2114

તલ કાળા 

1400

 2248

જીરું 

2500

3830

ધાણા 

2000

2494

મગ 

1100

1440

સોયાબીન 

1200

1530

મેથી 

800

1248

કાંગ 

-

મોરબી  માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1900

2510 

ઘઉં 

430

540

જીરું 

2500

4140

એરંડા 

1388

1425

રાયડો 

1155

1210

ચણા 

850

922

મગફળી ઝીણી 

1045

1252

ધાણા 

1400

2286

તુવેર 

970

1167

અડદ 

777

1311

રાઈ 

1140

1224

ગુવારનું બી 

-