Top Stories
khissu

ખેતી બનતી જાય છે ખતરનાક! કેમિકલ ખેતીનો ઉપયોગ ઘટવા છતા પરિણામ ભયજનક?

ભારત ભલે ખેતી પ્રધાન દેશ હોય પણ અહીંની ખેતીનું ભવિષ્ય ખતરનાક સાબિત થઇ શકે તેમ છે...કેમકે ગુજરાતમાં પહેલા કેમિકલ ફર્ટિલાઇઝર-પેસ્ટિસાઇડ્સના ઉપયોગ બેફામ રીતે થતો હતો જો કે સમયાંતરે તેમાં ઘટાડો પણ આવ્યો છે પણ આમ છતા પાંચ વર્ષમાં કેન્સરના કેસમાં 20 ટકાનો વધારો થાય તેવી પૂરી શકયતા વ્યકત કરાઇ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને ઓનલાઇન સંબોધન કરતાં કહ્યું કે કેમિકલ ફર્ટિલાઇઝર્સનો વધુ પડતા ઉપયોગને કારણે ભારતમાં આગામી 10-15 વર્ષમાં કેન્સરના કેસોમાં 50 ટકા સુધીનો વધારો થાય તેવી શકયતા છે.

દેશની ખેતી એક ખતરનાક ભવિષ્યની તરફ આગળ વધી રહી છે. કેમિકલ ફર્ટિલાઇઝર્સના વધુ ઉપયોગથી ભારતની ધરતી ધીમે-ધીમે ઉજ્જડ થઈ રહી છે તેના ઝેર પાણીના ભૂગર્ભ સ્ત્રોતો સુધી પહોંચી રહ્યા છે. અમિત શાહે વધુમાં કહ્યું હતું કે આપણું અનાજ પહેલા જ ઝેરી થઈ ચૂક્યું છે, જો આગામી 10-15 વર્ષમાં પાણી પણ ઝેરી થઈ ગયું તો વૈજ્ઞાનિક અનુમાનો મુજબ કેન્સરગ્રસ્ત લોકોની સંખ્યામાં 50 ટકાનો ઉછાળો આવશે જેથી આપણે આ ખતરાને ઓળખવો પડશે. અમિત શાહે કરેલી વાતને આંકડાઓની રીતે તપાસતાં નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ રિપોર્ટ-2020 મુજબ, 2020માં ગુજરાતમાં 66 હજાર 69 કેન્સરના કેસો નોંધાયા છે... જેમાં 33 હજાર 497 પુરુષ અને 36 હજાર 163 સ્ત્રીનો સમાવેશ થાય છે.

આઇસીએમઆર- નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ મુજબ, 2025માં 38 હજાર 99 પુરુષ અને 41 હજાર 118 સ્ત્રી મળી કુલ કેન્સર કેસોની સંખ્યા 79 હજાર 215 સુધી પહોંચે તેવી શકયતા વ્યકત કરાઇ છે આમ, ગુજરાતમા આગામી પાંચ વર્ષમાં જ કેન્સરના કેસોમાં 20 ટકા સુધીનો વધારો થઇ શકે છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં 2015-16ની તુલનામાં 2020-21માં કેમિકલ ફર્ટિલાઇઝરોનો ઉપયોગ 16 ટકા જેટલો વધી ગયો છે, જેની સામે ગુજરાતમાં ઉપયોગ ઘટ્યો છે. 

વાત કરીએ કેન્સનરા આંકડાઓની તો ગુજરાતમાં  2018માં 66069 કેસ નોંધાયા, જેની સામે 36325નાં મોત થયા. 
ગુજરાતમાં 2018ની તુલનામાં 2020માં કેન્સરના કેસો અને એની સામે લડતા જીવ ગુમાવનાર લોકોમાં 5 ટકાનો વધારો નોંધાયો છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ રિપોર્ટ-2020 મુજબ, રાજ્યમાં 2018માં 66069 કેસ નોંધાયા, જેની સામે 36325 લોકોનાં મોત થયાં. 2019માં 67841 કેસ અને 37300 મોત નોંધાયાં, જ્યારે 2020માં 69660 લોકો કેન્સરગ્રસ્ત થયા અને 38306 લોકોએ જીવ ગુમાવ્યો.

વર્ષ  2020-21માં ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું પ્રોડક્શન ખૂબ ઘટ્યું
ગુજરાતમાં ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના પ્રોડક્શન અંગે સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, ગુજરાત રાજ્યમાં વર્ષ 2018-19માં 123278 મેટ્રિક ટન ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું પ્રોડક્શન થયું જ્યારે વર્ષ 2019-20માં તે વધીને 375660 મેટ્રિક ટન થયું છે, પણ 2020-21માં તે ઘટીને 45161 મેટ્રિક ટન જ રહી ગયું છે.

ગુજરાત રાજ્યમાં ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કયા વર્ષમાં કેટલો ?
વર્ષ કેમિકલ ફર્ટિલાઇઝરનો પેસ્ટિસાઇડ્સનો 
(મેટ્રિક ટન) ઉપયોગ (કિગ્રા/હેક્ટર) ઉપયોગ 
2015-16 131.64 994 
2016-17 127.98 1050 
2017-18 144.73 1633 
2018-19 135.47 1609 
2019-20 130.75 1115