Top Stories
khissu

ખમ્માં ખમ્માં: આ બેંકે FDના વ્યાજ દરમાં મોટો ફેરફાર કર્યો, રોકાણકારોને મળશે હવે 9.25% વ્યાજ

FD Rate Hike: નોર્થ ઈસ્ટ સ્મોલ ફાઈનાન્સ બેંક દ્વારા FDના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. બેંક દ્વારા સામાન્ય રોકાણકારોને મહત્તમ 8.50 ટકા અને વરિષ્ઠ રોકાણકારોને 9.25 ટકા વ્યાજ આપવામાં આવે છે. બેંકની વેબસાઇટ અનુસાર નવા વ્યાજ દરો 18 માર્ચ 2024થી લાગુ કરવામાં આવ્યા છે.

બેંક 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. જેમાં સામાન્ય રોકાણકારોને 3.25 ટકાથી 8.50 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તે જ સમયે, વરિષ્ઠ રોકાણકારોને 4 ટકાથી 9.25 ટકા સુધીના વ્યાજની ઓફર કરવામાં આવી રહી છે. બેંક દ્વારા 400 દિવસ, 555 દિવસ અને 1111 દિવસની વિશેષ FD ઓફર કરવામાં આવી રહી છે.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

નોર્થ ઇસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં FD પર વ્યાજ દર

7 દિવસથી 14 દિવસ - 3.25 ટકા
15 દિવસથી 29 દિવસ - 3.75 ટકા
30 દિવસથી 45 દિવસ - 4.25 ટકા
46 દિવસથી 90 દિવસ - 4.75 ટકા
91 દિવસથી 180 દિવસ - 6.25 ટકા
181 દિવસથી 365 દિવસ - 7 ટકા
366 દિવસથી 1095 દિવસ - 7.75 ટકા
1096 દિવસથી 1825 દિવસ સુધી – 8 ટકા
1826 દિવસથી 3650 દિવસ - 6.25 ટકા

નોર્થ ઇસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં FD પર વ્યાજ દર

400 દિવસ - 8.4 ટકા
555 દિવસ - 8.5 ટકા
1111 દિવસ - 8.5 ટકા