khissu

આંનદો/ ફાઇનલી આજે ચોમાસું ગુજરાતમાં પહોંચી ગયુ, જાણો તમારાં જિલ્લામાં વરસાદ ક્યારે?

ભારતીય હવામાન વિભાગની વેબસાઇટ આગાહી મુજબ આજે (13 જૂન) વેરાવળ-દિવથી સુરત સુધી સત્તાવાર ચોમાસું બેસી ગયું છે. ચોમાસુ બેસવાની સામાન્ય તારીખ 15 જૂન છે. પરંતુ આ વર્ષે 2 દિવસ વહેલા ચોમાસું ગુજરાતમાં પહોંચી ગયુ છે. જોકે છેલ્લા 3 દિવસથી છૂટો છવાયો ઝાપટા નો વરસાદ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે.

વરસાદનો સારો રાઉન્ડ આવશે
હાલમાં અરબી સમુદ્રમાં બનેલ UAC ને કારણે આવનાર 24 કલાક દરમિયાન હજી છૂટા છવાયા રેડા ઝાપટાં પડવાની સંભાવના છે. પવન ની ઝડપ સાથે વરસાદ પડી શકે છે. આવનાર દિવસોમાં વરસાદનાં પ્રમાણમાં વધારો થશે. Weather ના ડેટા મુજબ આવતા અઠવાડીયામાં વરસાદનો સારો રાઉન્ડ આવશે તેવું જણાઈ રહ્યું છે. એટલે ગુજરાતના ખેડૂતો માટે ખુશ ખબર છે કે આવનાર દિવસોમાં વાવણી લાયક વરસાદ નોંધાય જશે.

આજે ની તા.13.6.2022 અપડેટ મુજબ બપોર બાદ 700hpa મા યુસીનો ટફ છે મારીકલ વાલા એરીયામાં અને ઉત્તર ગુજરાત બાજું 800hpaમા યુસી છે એનાં હીસાબે આજ ઘણી બધી જગ્યાએ સારો વરસાદ પડી શકે છે, પણ જો સારો વાવણીલાયક વરસાદ થાય તો વાવેતર કરવું. હાલમાં ઘણી જગ્યાએ ઓછો વરસાદ થયો એમાં ઘણા ખેડૂતોનેં નુકસાની ભોગવવી પડી છે. કપાસના વાવેતરમાં પવનનેં હીસાબે જમીન વાહરી જાય છે અને ઉપર થીં તડકો એટલે ઉગાવોમાં બોવ તફલીફ છે. જેથી સારી વાવણી લાયક વરસાદ પડે પછી જ વાવેતર કરવું.