khissu

આગાહી બદલી: નવરાત્રિમાં વરસાદ નહિ બને વિઘ્ન, વરસાદનું જોર ઘટ્યું

હાલ રાજ્યમાં લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. એટલે કે દિવસે ગરમી પડી રહી છે અને સાંજે ઠંડુ વાતાવરણ બની રહ્યું છે. પરંતુ હવામાન વિભાગે કહ્યું છે કે વરસાદ યથાવત્ રહેશે. હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ અમુક જીલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે.

આ પણ વાંચો: બેસ્ટ છે આ ડેબિટ કાર્ડ: બેંક ઓફ બરોડા ડેબિટ કાર્ડ 2022 - 2023 જાણો કયા કયા કાર્ડ છે ફાયદામાં ?

જો કે વરસાદનું જોર ઘટવા લાગ્યું છે. પરંતુ આજે સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારીનાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જુનાગઢ, ગીર સોમનાથ તેમજ દરીયા કિનારાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાનાં વરતારા છે.

ચોમાસાના અંતિમ તબક્કામાં મેઘરાજાએ ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના છેવાડા સુધીના પ્રદેશને ભીના કરી નાંખ્યા હતા. જોકે, હવે નોરતા દરમિયાન વરસાદ થવાના કોઈ પ્રકારના એંધાણ નથી. જેના કારણે ખેલૈયાઓ કોઈ પ્રકારની ચિંતા વગર ગરબા રમી શકે છે. આ વખતે ચોમાસામાં સારે એવો વરસાદ થવાને કારણે પ્રકૃતિ ખિલી ઊઠી છે. ગુજરાતના મોટાભાગના જળાશયો ભરાઈ ગયા છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ નહીંવત છે. જોકે, દરિયાઈ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પણ આ સામાન્ય પ્રકારનો વરસાદ રહેશે. તારીખ 18 સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય હતી. જેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં થવાની હતી.

આ પણ વાંચો: વીજળીનું બિલ અડધું ઘટશે! ફક્ત તેને મીટરની પાછળ ફિટ કરો, આ ડીવાઈસ ની કિંમત 300 રૂપિયાથી પણ ઓછી

મિત્રો, આવી જ અગત્યની અને મહત્વની માહિતી જાણવા માટે અમારા Khissu ફેસબુક પેજને ફોલો કરો, સાથે જ khissu application ડાઉનલોડ કરી લો.