Top Stories
khissu

પૂર્વાનુમાન / આવતી કાલથી 22 જૂન સુધીનું, નવી UAC બનશે અને પડશે વાવણી લાયક વરસાદ, જાણો ક્યાં ક્યાં?

આવતી કાલથી 17 થી 22 જૂન સુધીનું પૂર્વાનુમાન: છેલ્લાં એક મહિનાથી અમે વરસાદન અને વાતાવરણ નું પૂર્વાનુમાન જણાવી રહ્યા છીએ. તેમ ફરી આવતી કાલથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં 36° સેલ્સિયસથી 38° સેલ્સિયસ સુધી તાપમાન રહેશે. જ્યારે કાલની સ્થિતએ વાતાવરણ માં 500HPA લેવલ પર ટ્રફ છે તેના ભેજવાળા પવનથી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારો માં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

અહીં જણાવેલ ફોટામાં આજથી 22 જૂન સુધીમાં ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે તેમનું અનુમાન છે, UAC નો ભાગ પણ જોઈ શકાય છે. 

નવી UAC ( ઉપર એર સાયક્લોનિક સિસ્ટમ) બનશે: ગુજરાતના ખેડૂતો માટે હાલે ખૂબ જ અગત્યના સમાચાર મળી રહ્યા છે કે આવનારા દિવસોમાં 500 એચ.પી.એ થી 700 એચ.પી.એમાં એક UAC તૈયાર થઈ રહ્યું છે જેનું લોકેશન અલગ અલગ વિસ્તારોમાં હોઈ શકે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા અરબી સમુદ્ર આસપાસ હોઈ શકે છે. ત્યારે આ UAC ના લોકેશન પ્રમાણે ગુજરાતના અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે. આગાહીના દિવસોમાં નીચલા લેવલમાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળશે તેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા ઝાપટા પડી શકે છે.

વાવણી અથવા ભારે વરસાદ ક્યારે પડશે?
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતના કોઇપણ સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી, માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ ની આગાહી કરવામાં આવી છે અને છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસુ ગુજરાતમાં અટકી ગયું છે કેમકે ચોમાસાને અનુકૂળ પરિબળો મળ્યા નથી. જો હવે અરબી સમુદ્ર, બંગાળની ખાડી કે ગુજરાત ઉપર કોઈ મોટી UAC બને તો જ ચોમાસાના પરિબળોને વેગ મળશે અને વાવણીલાયક ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં જોવા મળશે. જોકે હાલમાં આગામી દસ દિવસ દરમિયાન આવા મોટા કોઈ પરિબળો કે કોઈ મોટી હલનચલન જણાતી નથી જેથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને વાવણીલાયક વરસાદ માટે ખેડૂતોએ હજી ઘણા સમય માટે રાહ જોવી પડશે તેવું લાગી રહ્યું છે.

નોંધ- વાવાઝોડા અને વરસાદ માટે ભારતીય હવામાન વિભાગની ( IMD) આગાહી ઉપર રહેવું, અહીં ઉપર અમે જણાવેલ અમારું એક અનુમાન છે.