khissu

પુષ્ય નક્ષત્રમાં ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહી: નદીઓમાં આવશે ઘોડાપૂર

તારીખ 20 જુલાઈ 2022થી વરસાદનું નવુ નક્ષત્ર  પુષ્ય નક્ષત્ર બેસવાનું છે. સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થઈ રહ્યો છે. જો કે પુષ્ય નક્ષત્ર બુધવારે સવારે 10:50 મિનિટે શરૂ થશે. પુષ્ય નક્ષત્રનું વાહન શિયાળ છે.

એવું પણ કહેવાય છે કે પુનર્વસુ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પુષ્ય નક્ષત્રોમાં પણ ભારે વરસાદ પડતો હોય છે. આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં સારો અને સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જો કે મોટા ભાગના વિસ્તારોમાં વાવણી પણ થઈ ગઈ છે. પુનર્વસુ નક્ષત્રમાં કોઈક જગ્યાએ ભારે વરસાદ પણ પડ્યો છે.

પુનર્વસુ નક્ષત્રમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પુષ્ય નક્ષત્રમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે.

પુનર્વસુ નક્ષત્રની લોક વાયકા મુજબ:
પુનર્વસુ ને પુષ્ય, બેય ભાયલા,
વરસા તો વરસા, વાયલા તો વાયલા

એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં સારો એવો વરસાદ થયો છે. ત્યારે આવનારા પુષ્ય નક્ષત્રમાં પણ સારો વરસાદ પડી શકે.

પુષ્ય નક્ષત્રમાં કેવી વરસાદ?
પુષ્ય નક્ષત્રમાં અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. 22 તારીખ પછી વરસાદનું પ્રમાણ વધશે. હાલ વરસાદે વિરામ લીધો છે. પણ હજુ પણ છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમને જણાવ્યું છે કે 22 જુલાઈ બાદ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે.