Top Stories
khissu

પૂર્વાનુમાન / 30 જૂન સુધીમાં ક્યાં ભૂક્કા કાઢશે વરસાદ? અમદાવાદ?

નમસ્કાર ખેડૂત ભાઈઓ, 
આજે 24 જૂન છે અને આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત અને ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં મધ્યમ ભારે વરસાદની આગાહી જણાઈ રહી છે. જ્યારે આગાહી મુજબ જ આજે સુરતના વરાછા માં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો સાથે સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. આ સાથે ગુજરાતના બીજા વિસ્તારોમાં રેડા ઝાપટાંથી માંડીને ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે. ચોમાસા ની સિઝન હોવાથી કોઈ ચોક્કસ વિસ્તાર જણાવી ના શકાય. 

પૂર્વાનુમાન: 24 થી 30 જૂન દરમિયાન વરસાદ શકયતા?
તાપમાન: ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 36°Cથી 38°C તાપમાન જોવા મળે તેવું અનુમાન છે. સાથે ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને બફારો જોવા મળશે.

વરસાદ આગાહી: આગાહીના દિવસો સુધી 800hpaથી 850hpa માં ભેજ નું પ્રમાણ વધારે હશે સાથે 500hpa એક ટ્રફ પણ બનેલ છે. તથા 600, 700hpa માં UAC બને છે તેમનાં કારણે જુદાં જુદાં વિસ્તારોમાં ઝાપટા કે હળવો વરસાદ થવાની સંભાવનાઓ વધી રહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ હળવા વરસાદની શક્યતા ગણવી સાથે સૌરાષ્ટ્ર લાગુ ગુજરાતનાં જિલ્લામાં અને દરિયાઈ પટ્ટીનાં જિલ્લામાં પણ શકયતા ગણવી. કેમ કે દરિયા કિનારે અનુકૂળ વાતાવરણ બનવામાં વધારે વાર લાગતી નથી હોતી. આગાહીનાં  દિવસો દરમિયાન અમદાવાદ જિલ્લામાં સામાન્યથી હળવો ઝાપટા સ્વરૂપે વરસાદ પડે તેવી સંભાવના છે. 

જૂન નાં છેલ્લાં અઠવાડિયામાં કોની-કોની આગાહી? 
હવામાન વિભાગની આગાહી ન હોવા છતાં ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં ખાસ કરીને દરીયાઇ પટ્ટીના જિલ્લામાં. જો કે હાલ હવામાન વિભાગની વેબસાઇટ પર કોઈ આગાહી કરવામાં નથી આવી અને કોઈ એલર્ટ પણ જાહેર કરવામાં નથી આવ્યું, તેમ છતાં છૂટાં છવાયા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ગુજરાતનાં જાણીતા એવા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી નો સમાવેશ 25 થી 30 જૂન સુધીમાં થાય છે. અંબાલાલ કાકાએ પોતાની આગાહી માં જણાવ્યું હતું કે 28-29 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે. જે મુજબ ચોમાસું હાલ સક્રિય છે. જ્યારે હાલમાં આદ્રા નક્ષત્ર ગુજરાતમાં ચાલુ છે, તો તે જ્યોતિષીની આગાહી મુજબ મધ્ય હળવો વરસાદ ગુજરાતમાં જોવા મળશે. 

જૂન અને જુલાઈના વરસાદને લઈને અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે.
1) ગુજરાતમાં 29 જૂન ના રોજ ચોમાસું સક્રિય થવાની સંભાવના છે.
2) જુલાઇ મહિનામાં સારો વરસાદ આવવાની શક્યતા છે. 
3) 13 જુલાઈ પછી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, પશ્વિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા સહિતના ભાગો, ઉત્તર ગુજરાત માં મહેસાણા, હારીજ, પાટણ, સિધ્ધપુર, બેચરાજી, કડી ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો, વિરમગામનાં ભાગોમાં સારો વરસાદ થશે. 
4) વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી.

આગોતરું એંધાણ: જુલાઇ મહિનામાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી સાર્વત્રિક વરસાદ ની શરૂઆત થશેે. 5-7 જુલાઈ દરમિયાન વરસાદી માહોલ સર્જાશે. ત્યાર બાદ વરસાદ ધીમે ધીમે આગળ વધશે અને આખા ગુજરાતમાં ફરી ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના છે. જેમની વધારે માહિતી અમે આગળ જણાવતાં રહીશું ત્યાં સુધી આ માહિતી ગુજરાતનાં દરેક ખેડૂતો સુધી શેર કરજો જેથી તેઓ આ માહિતી જાણી શકે. 

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા જો તમે આ માહિતી અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી દરેક ખેડૂતો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.