khissu

ઈરફાન પઠાણનો અશ્લીલ કાંડ અ'વાદ સુધી, પોલીસ સ્ટેશન ફફડી ગયું, મને કે મારા પુત્રને કંઈ થાય તો ઈરફાન જવાબદાર રહેશે

ક્રિકેટર ઇરફાનખાન પઠાણ અવાર નવાર ચર્ચામાં આવે છે. ક્યારેક ક્રિકેટ તો ક્યારેક વિવાદમાં... જ્યારે હવે ફરી એકવાર ખેલાડીએ કંઈક કાંડ કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે આ વખતે તો આપઘાત કેસમાં ક્રિકેટરનું નામ સામે આવી રહ્યું છે. વાત જાણે એમ છે કે ક્રિકેટર ઇરફાનખાન પઠાણનું નામ મકતમપુરાના પતિ-પત્ની આપઘાત કેસમાં સામે આવ્યું છે. આ પહેલાં પતિ પત્નીએ ચીમકી આપી હતી. તેમની પુત્રવધુ અને ઇરફાનખાન પઠાણ વચ્ચે આડાસંબંધ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હબતો.

વિગતો મળી રહી છે કે એક અરજી પણ આ બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં કરી હતી. તે જ કેસમાં અશ્લિલ રેકોર્ડીંગ કોર્ટમાં નહી આપવા બાબતે ઇરફાનખાન પઠાણ અવાર-નવાર અલગ-અલગ લોકો પાસે તેમના પુત્રને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે એવા આક્ષેપોને લઈને પણ ચર્ચાતો રહ્યો હતો. વેજલપુર પોલીસ સ્ટેશનથી માંડીને પોલીસ કમિશ્નર સુધી આ અરજીઓ વારંવાર કરવામાં આવી છે.

હવે અરજદારે ચોખ્ખા શબ્દોમાં જ આક્ષેપ કર્યો છે કે મને તથા મારા છોકરાને કંઇ થાય તો જવાબદાર ક્રિકેટર ઇરફાન પઠાણ રહેશે.મકતમપુરા હાજીબાવાની દરગાહ પાસેના હાજીબાવા પાર્કમાં રહેતા નિવુત પોલીસ કર્મચારી ઇબ્રાહીમભાઇ મહેમુદમીયા સૈયદે આ અરજી કરી છે અને અરજીમાં આક્ષેપ કર્યો છે કે તેમના છોકરાની વહુ તેમના છોકરા સાથે સુવા તથા સાથે નહી રહેવા અને વડોદરા જઇને સુવા અને રહેવાની વાત કરી રહી હતી.

આ અરજીમાં આગળ એવું પણ લખવામાં આવ્યું છે કે અમોને તલ્લાક આપી દે નહી તો હેરાન કરીશ તેમજ અશ્લિલ વાતો વાળુ રેકોર્ડીંગ કોર્ટમાં નહીં આપવા બાબતે અવાર-નવાર ત્રાહિત લોકો મારફતે મારા છોકરા તથા મને ખોટા ખોટા કેસમાં અધિકારીઓ દ્વારા ફસાવી દેવા તથા અક્સ્માત કરાવી મારી નાખવાની ધમકી ક્રિકેટર ઇરફાન પઠાણે આપી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને એક અરજી કરાઈ છે. 

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા Khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી Khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.