khissu

જુન મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો: જાણો ગુજરાતના તમામ જીલ્લાનાં ગેસ સિલિન્ડરના ભાવો

ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (Indian Oil Marketing Companies) એ જૂન મહિના માટે ઘરેલુ ગેસ સિલિન્ડર નાં ભાવ જાહેર કરી દીધા છે. 14.2 કિલોગ્રામનાં સબસિડી વગરના ગેસ સિલિન્ડર માં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, પરંતુ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર નાં ભાવમાં 123 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ LPG (Liquefied Petroleum Gases) ગેસ સિલિન્ડર ની નવી કિંમતો બહાર પાડે છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જૂન મહીનામાં 14.2 કિલો સબસિડી વિનાના સિલિન્ડર માં કોઈ ઘટાડો કર્યો નથી, એટલે કે 14.2 કિલો સબસિડી વિનાના ગેસ સિલિન્ડર જૂની કિંમત મુજબ જ મળશે. LPG ગેસ સિલિન્ડર ની જૂની કિંમત 809 રૂપિયા રહી હતી જે જૂન મહીનામાં જ્યાં સુધી નવી કિંમત બહાર ના પડે ત્યાં સુધી જૂની કિંમત બજારમાં લાગુ રહેશે, આ ભાવ દિલ્હીના છે. 

આ પણ વાંચો: શું તમે બેંકોની આ સુવિધા વિશે જાણો છો? SBI, BOB, ICICI, Axis Bank વગેરે બેંકમાં આ સુવિધા ઉપલબ્ધ

આ વર્ષે જાન્યુઆરી માં દિલ્હીમાં ગેસ સિલિન્ડર ની કિંમત 694 રૂપિયા હતી. જે ફેબ્રુઆરી માં વધીને 719 રૂપિયા કરવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં બે વખત ભાવ વધારવામાં આવ્યો જેથી 15 ફેબ્રુઆરી એ ભાવ વધારીને 769 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યમાં ગેસ સિલિન્ડરનાં ભાવો ની વાત કરીએ તો 14.2 કિલોગ્રામ નાં LPG સિલિન્ડર માં ખાસ્સો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી. જે ભાવ હતા તે ભાવે જ ગેસ સિલિન્ડર મળી રહેશે.

ગુજરાતમાં જુન મહિના માટે ઘરેલું ગેસ સિલિન્ડરના નવા ભાવો:

શહેર 

જુન 2021

મે 2021

અમદાવાદ 

816

816

અમરેલી 

825.50

825.50

આણંદ 

815

815

અરવલ્લી 

823.25

823.25

બનાસકાંઠા 

833

833

ભરૂચ 

815

815

ભાવનગર 

817

817

બોટાદ 

822.50

822.50

દેવભૂમિ દ્વારકા 

828

828

ગાંધીનગર 

817

817

ગીર સોમનાથ 

830

830

જામનગર 

821.50

821.50

જુનાગઢ 

828

828

ખેડા 

816

816

કચ્છ 

829.29

829.29

મહીસાગર 

832

832

મહેસાણા 

817.50

817.50

મોરબી 

820

820

નર્મદા 

830

830

નવસારી 

823.50

823.50

પંચમહાલ 

825

825

પાટણ 

833

833

પોરબંદર 

830

830

રાજકોટ 

814.50

814.50

સાબરકાંઠા 

835.50

835.50

સુરત 

814.50

814.50

સુરેન્દ્રનગર 

821.50

821.50

તાપી 

829

829

ડાંગ 

826.50

826.50

વડોદરા 

815

815

વલસાડ 

828.50

828.50

 

ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો 1 તારીખે સિલિન્ડર નો ભાવ 644 રૂપિયા હતો, 15 ડિસેમ્બરે સિલિન્ડર નો ભાવ 694 રૂપિયા રહ્યો હતો. આમ, ડિસેમ્બર મહિનામાં 50 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો ગેસ સિલિન્ડર માં કોઈ મોટો તફાવત જોવા મળ્યો નહોતો. ફેબ્રુઆરી મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લો વધારો 25 ફેબ્રુઆરીએ કરવાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં એલપીજીના ભાવમાં રૂ. 100 નો વધારો થયો છે. માર્ચ મહિનાના પહેલા દિવસે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં  વધારો થયો હતો. માર્ચ મહિનામાં ભાવમાં 25 રૂપિયા વધારો થયો હતો. 

Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો.